Gujarat
ઢોર પાર્ટીના કર્મચારીઓને 11 મહિના પછી છુટા કરવાના બદલે કાયમી કરો : કોંગ્રેસ
By GS TEAM
29 Oct 20251 min read
વડોદરા પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ)એ રજૂઆત કરી હતી કે, ઢોર પકડવાનું કામ કરતા કર્મચારીઓ જેઓ કાયમી નથી તેઓને કાયમી કરવા જોઈએ.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ)એ રજૂઆત કરી હતી કે, ઢોર પકડવાનું કામ કરતા કર્મચારીઓ જેઓ કાયમી નથી તેઓને કાયમી કરવા જોઈએ.
તેમણે જણાવ્યું કે, જે કર્મચારીઓ આપણા માટે દિવસ રાત કામ કરે છે તેમજ કેટલીકવાર ઢોર પકડતી વેળાએ ગૌપાલકો સાથે તેમનું ઘર્ષણ થતુ છે. ઘણી વખત મામલો મારામારી, પોલીસ ફરિયાદ અને ઇજા થવા સુધી પહોંચતો હોય છે. ત્યારે આપણે 11 મહિનાના ઉચ્ચક પગાર પર તેઓને નોકરીએ લઈ 11 મહિના પછી છૂટા કરી દઈએ છીએ. એક તરફ પાલિકા પાસે ઘણા વિભાગમાં સ્ટાફની ઘટ છે ત્યારે આપણે આવા કર્મચારીઓને છુટા કરવાના બદલે તેમને કાયમી કરવા અંગે વિચારવું જોઈએ.