બાવળાના મીઠાપુર ગામે રાષ્ટ્રીય પક્ષી મોર ઇજાગ્રસ્ત થતાં રેસ્ક્યૂ કરવામાં આવ્યું
બગોદરા -
બાવળા તાલુકાના મીઠાપુર ગામે હાઇવે પર એક રાષ્ટ્રીય પક્ષી
મોર બંને પગે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. જેની જાણ નજીકમાં આવેલી હોટલના
માલિક અને મીઠાપુર ગામના જીવદયા પ્રેમીઓ ભેગા થઈ રેસ્ક્યૂ કરી ફોરેસ્ટ વિભાગના
અધિકારીઓને જાણ કરી હતી. ત્યાર બાદ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ મોરને સારવાર માટે
મોકલી આપવામાં આવ્યો હતો.