બગોદરાઃ ધોળકાના ઇંગોલી ગામે ઉતરાયણની જીવલેણ દોરીથી પાંખ કપાઈ જવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાજ પક્ષીનું 'ભાલ નેચર કેર' દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બે દિવસથી લાચાર હાલતમાં પડેલા આ પક્ષીને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ મોકલાયું હતું. આ તકે સંસ્થાએ નાગરિકોને અપીલ કરી છે કે ઝાડ કે છત પર લટકતા દોરીના ગૂંચળા એકત્ર કરી નાશ કરવો જેથી પક્ષીને ઇજાથી બચાવી શકાય.
ઇંગોલીમાં ઇજાગ્રસ્ત બાજનું રેસ્ક્યૂ કરાયું


