Gujarat

મ્યુનિ.બોર્ડને ડિજિટલ બનાવવાની પહેલ , અમદાવાદના કોર્પોરેટરોને એજન્ડાને બદલે ટેબલેટ અપાશે

By GS TEAM
24 Dec 20251 min read
મ્યુનિ.બોર્ડને ડિજિટલ બનાવવાની પહેલ , અમદાવાદના કોર્પોરેટરોને એજન્ડાને બદલે ટેબલેટ અપાશે

 અમદાવાદ,બુધવાર,24 ડિસેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળતી બોર્ડ બેઠકને ડિજિટલ બનાવવા પહેલ શરૃ કરાશે. સ્ટેન્ડિંગ કમિટીમા મંજુર કરાયેલી તાકીદની દરખાસ્ત મુજબ બોર્ડ બેઠકમાં કોર્પોરેટરોને એજન્ડાની હાર્ડ કોપી આપવાના બદલે ટેબલેટ અપાશે. ટેબલેટના ઉપયોગથી વાર્ષિક ચાર લાખ રુપિયાની બચત થશે. હકીકત એ છે કે મોટાભાગના કોર્પોરેટરો વિવિધ કમિટીના એજન્ડાનો અભ્યાસ જ કરતા નથી.

બોર્ડ બેઠકમાં પેપરલેસ કામગીરી કરનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજયનુ પ્રથમ શહેર બનશે.મહિનામા એક વખત મળતી બોર્ડ બેઠકમાં એજન્ડાની એક નકલ દરેક કોર્પોરેટરની બેઠક ઉપર મુકવામા આવે છે.એજન્ડાની આશરે ૫૦૦ તથા નોટિસની ૩૦૦ નકલ મળી દર મહિને પ્રિન્ટીંગનો ૧૫થી ૨૦ હજાર ખર્ચ કરવામા આવે છે.ટેકનોલોજીના યુગમા ડિજિટલ સ્વરુપમા આ નકલો કોર્પોરેટરોને આપવામા આવે તો દર મહિને થતો ખર્ચ કાયમ માટે બંધ થઈ જશે.પ્રિન્ટીંગ ઉપરાંત પોસ્ટેજના ખર્ચમા પણ ઘટાડો થશે.કોર્પોરેટર ઉપરાંત પદાધિકારીઓ અને કોર્પોરેશનના અધિકારીઓની બેઠક ઉપર ડિજિટલ કોપી ઉપલબ્ધ કરાવવા ટેબલેટ મુકવામા આવશે.