Get The App

શેત્રુંજી ડેમમાં 450 કયુસેક પાણીની આવક-જાવક શરૂ

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
શેત્રુંજી ડેમમાં 450 કયુસેક પાણીની આવક-જાવક શરૂ 1 - image


- જિલ્લાના શેત્રુંજી ડેમના 5 દરવાજા એક ફૂટ ખુલ્લા 

- છેલ્લા બે દિવસથી શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત 

ભાવનગર : ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ છે તેથી ડેમના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણીની આવક-જાવક શરૂ છે. 

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનો શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા ગત શનિવારે શેત્રુંજી ડેમ ફરી છલકાયો હતો તેથી શેત્રુંજી ડેમના ૧૦ દરવાજા ૧ ફૂટ ખોલાવામાં આવ્યા હતાં. આજે રવિવારે પણ ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત છે તેથી ડેમના પ દરવાજા એક ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. શેત્રુંજી ડેમમાં હાલ ૪પ૦ કયુસેક પાણીની આવક-જાવક શરૂ છે. 

ઉપરવાસમાંથી શેત્રુંજી ડેમમાં છેલ્લા બે દિવસથી પાણીની આવક શરૂ છે, જેના પગલે શેત્રુંજી ડેમ હેઠળના ગામોને એલર્ટ કરાયા હતા તેમ માહિતી આપતા જિલ્લાના સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવેલ છે.  

બોક્સ...

ભાવનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન ૩ર.ર ડિગ્રી 

ભાવનગર શહેર અને જિલ્લામાં રવિવારે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ, જયારે વરસાદે વિરામ લીધો છે. આજે મહત્તમ તાપમાન ૩ર.ર ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ર૬.૪ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ ૭૧ ટકા અને પવનની ઝડપ ૧ર કિલોમીટર નોંધાઈ હતી તેમ હવામાન વિભાગના સુત્રોએ જણાવેલ છે. 

Tags :