બોપલ,નવરંગપુરા,ગોતા,બહેરામપુરા,દાણીલીમડા, વટવા, નારોલમાં સંક્રમણ, અમદાવાદમાં બે વર્ષની બાળકી સહીત કોરોનાના સાત પોઝિટીવ કેસ
કોવિડ પોઝિટીવ બનેલાઓમાં ૧૫ વર્ષના બે કિશોર ઉપરાંત એક વૃધ્ધાનો સમાવેશ,તમામ કેસ જુના વેરિયન્ટના
અમદાવાદ,મંગળવાર,20 મે,2025
અમદાવાદમાં ત્રણ વર્ષ પછી કોરાના સંક્રમણ જોવા મળ્યુ છે. ૧૬
મેના રોજ ગોતા વોર્ડમાં બે વર્ષની બાળકી કોરોના ગ્રસ્ત બની હતી. જે પછી બે દિવસમાં
કોરોનાના કુલ મળીને સાત પોઝિટિવ કેસ
નોંધાયા છે.બોપલ,નવરંગપુરા,ગોતા ઉપરાંત
બહેરામપુરા,દાણીલીમડા, વટવા અને
નારોલમાં કોરોના સંક્રમણ જોવા મળ્યુ છે.કોવિડ પોઝિટીવ બનેલાઓમાં ૧૫ વર્ષના બે
કિશોર ઉપરાંત એક ૭૨ વર્ષના વૃધ્ધાનો સમાવેશ થાય છે. તમામ કેસ જુના વેરિયન્ટના
છે.તમામ દર્દીઓ હોમઆઈસોલેશનમાં છે.
વર્ષ-૨૦૨૨ના જૂલાઈ મહીનામાં અમદાવાદમાં કોરોનાના કેસ
નોંધાયા હતા.જે પછી પહેલી વખત કોરોનાના સાત પોઝિટીવ કેસ નોંધાયા છે.નોંધાયેલા સાત
કોરોના પોઝિટીવ કેસ પૈકી ચાર કેસ એલ.જી.હોસ્પિટલ લેબોરેટરી ખાતે થયેલા ટેસ્ટ પછી
સામે આવ્યા હતા. એક કેસ પ્લસ હોસ્પિટલ,
ગોતા તેમજ બે કેસ ન્યૂબર્ગ સુપ્રાટેક રેફરેન્સ લેબોરેટરી ખાતે તપાસ પછી સામે
આવ્યા હતા.અમદાવાદમાં કોરોનાના જુના વેરિયન્ટના નોંધાયેલા પોઝિટીવ કેસ પૈકી ગોતા વોર્ડમાં બે વર્ષની બાળકીને કોરોનાના
લક્ષણ જોવા મળતા ૧૬ મેના રોજ પ્લસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી.જે પછી
૧૯ મેના રોજ ચાર દર્દી કોરોના એલ.જી.હોસ્પિટલ ખાતે નોંધાયા હતા.૨૦ મેના રોજ
નવરંગપુરા અને બોપલ વોર્ડમાં કોરોનાના એક-એક દર્દી નોંધાયા હતા.શહેરમાં કોરોનાના
સાત કેસ નોંધાયા છે. એડીશનલ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ભાવિન જોષીના કહેવા મુજબ, એક પણ દર્દીમાં
ટ્રાવેલ હીસ્ટ્રી જોવા મળી નથી.
કયા વોર્ડમાં કોરોનાના દર્દી
વોર્ડ ઉંમર જાતિ
વટવા ૧૫ પુરુષ
નારોલ ૨૮ પુરુષ
દાણીલીમડા ૭૨ મહિલા
બહેરામપુરા ૩૦ પુરુષ
ગોતા ૨ બાળકી
નવરંગપુરા ૫૪ પુરુષ
બોપલ ૧૫ પુરુષ