પુત્રીએ પ્લાસ્ટીકની ચમચી ભરવાની ના પાડતા માતાએ ગળું દબાવી હત્યા કરી
ઓઢવમાં માતાની મમતાને લજવતો કિસ્સો ઃ પીએમ રિપોર્ટમાં ગુંગળામણથી મોતનો ભાંડો ફૂટયો
લાફા મારીને ગળુ દબાવ્યા બાદ જાગી જ નહી
અમદાવાદ, શુક્રવાર
ઓઢવમાં માતાના મમતાને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચામુંડાનગરમાં રહેતી મહિલાએ તેની વ્હાય સોયી છ વર્ષની પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી હતી. માતાએ પહેલા તેની તબિયત બગડી હોવાનું કહીને પુત્રીને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે પીએમ રિપોર્ટ આવતા ભાંડો ફૂટયો હતો. પોલીસ તપાસમાં માતા ચમચીઓ ભરાવાની કામગીરી કરતી હતી દિકરીએ પ્લાસ્ટિકની ચમચી ભરવાની ના પાડતા માતાએ લાફા મારીને ગળું દબાવીને હત્યા કરી હતી. આ બનાવ અંગે ઓઢવ પોલીસે માતા સામે ગુનો નોધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
માતા ચમચીઓ ભરવાનું કામ કરતી હતી છ વર્ષની દિકરી કામ કરવાની ના પાડતાં લાફા મારીને ગળુ દબાવ્યા બાદ જાગી જ નહી, ઓઢવ પોલીસે માતા સામે ગુનો નોધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ઓઢવમાં ભાડાના મકાનામં રહેતા યુવકે ઓઢવ પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ બીજા લગ્ન આરોપી મહિલા સાથે કર્યા હતા. જો કે મહિલા પહેલા લગ્નથી તેમને પણ એક દીકરો અને ૬ વર્ષની પુત્રી હતી ફરિયાદીએ સાથે બીજા લગ્ન કર્યા અને તેમની પુત્રી અને પુત્રને સાથે લઈને આવ્યા હતા. જેમાં મહિલા ઘરેથી પ્લાસ્ટિકની ચમચીનું પેકિંગનું કામ કામ કરતી હતી.
તા.૨ના રોજ બપોરે મહિલા કામ કરતા હતા. ત્યારે તેમની પુત્રી સ્કુલેથી ઘરે આવી અને જમી પરવારીને ઘરમાં ખાટલા પર બેઠી હતી. આ સમયે માતાએ પુત્રીને પ્લાસ્ટિકની ચમચી ભરવામાં મદદ કરવાનું કહેતા પુત્રીએ ના પાડી હતી. જેથી ગુસ્સે થઇને પુત્રીને લાફા માર્યા બાદ ગળુ દબાઇ દેતા શ્વાસ રૃંધાઇ ગયો હતો ગભરાઈ ગયેલા મહિલા પુત્રીને જમીન પર સુવડાવી અને ઉઠાડવાનો પ્રયાસ કર્યા બાદ પતિને ફોન કરીને પુત્રીને તબિયત બગડી છે તેવું કહ્યું હતું, જેથી પિતા તાત્કાલિક ઘરે આવીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. પોલીસે પુત્રીનું પોસ્ટ મોર્ટમ કરાવતા ગળું દબાવવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.