Gujarat

વડોદરાના ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચેની જગ્યામાં ઈન્ડોર રમત ગમત સાથે આનંદ પ્રમોદની પ્રવૃત્તિ કરાવાશે

By GS TEAM
4 Oct 20252 mins read
TukuTouch Logo
કોર્પોરેશન દ્વારા એક સંસ્થાને સંચાલન સોપાયું : આ સંસ્થા હાલ સમા અને માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું સંચાલન કરે છે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચેની જગ્યામાં ઈન્ડોર રમત ગમત સાથે આનંદ પ્રમોદની પ્રવૃત્તિ કરાવાશે

Vadodara Corporation : હાલ શહેરી વિકાસ વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે કોર્પોરેશનના મહત્વના ફ્લેગશીપ પ્રોજેક્ટના ભાગરૂપે ફતેગંજ ફલાય ઓવર બ્રીજ તથા હરીનગર ફલાય ઓવર બ્રીજ નીચે તૈયાર કરવામાં રમતગમત સંકુલનું સંચાલન સ્પોર્ટસ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એક ફાઉન્ડેશનને સોપવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિ દ્વારા મંજુર કરવામાં આવી છે.

હાલમાં આ સંસ્થા વડોદરા કોર્પોરેશનના સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ તથા માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષનું સંચાલન કરે છે. બંને ફલાય ઓવરબ્રીજ નીચેના રમતગમત સંકુલનું તમામ પ્રકારનું સંચાલન પણ તેની પાસે જ કરાવવા અંગે કમિશ્નર તરફથી સ્ટેન્ડિંગ સમિતિમાં ભલામણ મુકાઈ હતી. કોર્પોરેશન દ્વારા ફતેગંજ અને હરીનગર ઓવર બ્રિજ નીચે પાંચ-પાંચ કરોડના ખર્ચે રમતગમત સંકુલ ઘણા વખતથી બનાવી રાખ્યા છે, પરંતુ તેનો ઉપયોગ નહીં થતો હોવાથી હાલ ત્યાં મુકેલા સાધનો પડી રહ્યા હતા. અહીં બાળકોને ઇન્ડોર રમતગમતની સાથે આનંદ પ્રમોદની પ્રવૃત્તિ કરાવવામાં આવશે. જો આ પ્રયોગ અહીં સફળ રહેશે કોર્પોરેશન લાલબાગ અને અમિત નગર બ્રિજ નીચે પણ આ પ્રકારના સંકુલ બનાવવા માંગે છે. જેની જાહેરાત કોર્પોરેશનના બજેટ વખતે કરવામાં આવી હતી. આ પૂર્વે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.24-09-2024ના પત્રમાં બ્રીજ નીચે બાળક, યુવાનો તેમજ સીનીયર સીટીઝન માટે વિવિધ પ્રવૃતિઓ કરવા જણાવ્યું હતું છે. જેને ધ્યાને લઈ શહેરમાં બ્રીજ નીચેની જગ્યા બિનવપરાશ પડી રહેતી હોઈ, તેમજ આ જગ્યામાં  ફેરીયાઓ,મજુર અને સ્લમ વિસ્તારના લોકો દ્વારા દબાણ કરી ત્યાં ગંદકી ફેલાવતા હોવાથી બ્રીજ નીચેની જગ્યાનો સુવ્યવસ્થિત ઉપયોગ થાય અને શહેરની સુંદરતામાં વધારો થાય તે હેતુથી પ્રાયોગિક ઘોરણે ફતેગંજ તથા હરીનગર બ્રીજ નીચે ખાલી જગ્યામાં રમતગમતની સુવિધા વિકસાવવાની કામગીરી કરવામાં આવી છે.