Get The App

ભારતની એર સ્ટ્રાઇક ઇફેક્ટ : વડોદરાના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કડક બંદોબસ્ત

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
ભારતની એર સ્ટ્રાઇક ઇફેક્ટ : વડોદરાના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કડક બંદોબસ્ત 1 - image


Vadodara Police : ભારતે ગત મોડી રાત્રે પાકિસ્તાનમાં કરેલી એર સ્ટ્રાઈક પછી યુદ્ધનો માહોલ ગરમાયો છે. ત્યારે બીજી તરફ વડોદરા શહેરમાં પણ તેના તકેદારીરૂપે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. આજે શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારમાં સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પહલગામમાં થયેલ આતંકવાદી હુમલા બાદ ભારતમાં જે રીતે બેઠકો અને એક્શન પ્લાન તૈયાર થઈ રહ્યા હતા તે પ્રમાણે ભારત પાકિસ્તાનના આતંકવાદી કેમ્પોનો સફાયો કરે તેવું નિશ્ચિતપણે માનવામાં આવી રહ્યું હતું. પરંતુ આ હુમલો ક્યારે અને કેવા પ્રકારનો હશે? તે કોઈને સ્પષ્ટ ન હતું. આ વચ્ચે ગઈકાલે મોડી રાત્રે ભારતે પાકિસ્તાન ખાતે આવેલ આતંકવાદી કેમ્પોનો સફાયો કરવાના હેતુસર એર સ્ટ્રાઈક કર્યો છે. આતંકવાદી કેમ્પ પર હવાઈ હુમલા સાથે તેને નષ્ટ કરાયા છે. ભારતે કરેલા હુમલા બાદ શહેરમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવાનું શરું કરવામાં આવ્યું છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ટુકડીઓ ગોઠવી દેવામાં આવી છે. અલગ અલગ જગ્યાએ પોલીસ સ્ટાફ સવારથી રાજમાર્ગો પર જોવા મળ્યો હતો. તો બીજી તરફ કેટલીક જગ્યાએ પોલીસ પોઇન્ટ મૂકી બંદોબસ્ત રાખ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર પણ સજાગ છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પ્રકારના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ વચ્ચે રેલવે સ્ટેશન, એસટી ડેપો વગેરે જેવા ભીડભાડવાળા સ્થળો પર પણ પોલીસનો કાફલો વધારી દેવામાં આવ્યો છે.

Tags :