Get The App

ભારતીય સંસ્કૃતિમાં સાંપ્રત સમસ્યાનું સમાધાન રહ્યું છેઃ જસ્ટીસ અરૂણ મિશ્રા

Updated: Dec 19th, 2023

GS TEAM

Google News
Google News
ભારતીય સંસ્કૃતિમાં સાંપ્રત સમસ્યાનું સમાધાન રહ્યું છેઃ જસ્ટીસ અરૂણ મિશ્રા 1 - image

પ્રાંસલામાં એરફોર્સ દ્વારા હેલિકોપ્ટર દ્વારા રોમાંચક એર-શો યોજાયો : લક્ષ્ય નિર્ધારિત કર્યા બાદ સ્વયંશિસ્ત કેળવી આગળ વધવાથી નિશ્ચિત ધ્યેય હાંસલ કરી શકાય છેઃ એરવીંગ કમાન્ડર મનોજકુમાર

પ્રાંસલા, : ભારતીય સંસ્કૃતિ, સભ્યતામાં સાંપ્રત સમસ્યાઓનું સમાધાન મળે છે, એમ સુપ્રિમ કોર્ટના પૂર્વ જસ્ટીસ અરૂણ મિશ્રાએ અત્રે શિબીરાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું. પ્રાંસલા મુકામે ત્રીજા દિવસના પ્રવચન સત્રમાં વિશ્વ સમક્ષના પડકારો જેવા કે વૈશ્વિકરણ, કલાયમેન્ટ ચેન્જ, અસમાનતા, બાળકોના અધિકારો વિગેરે વિશે ભારતીય સંસ્કૃતિમાંથી માર્ગદર્શન મળે છે, એમ સમજાવતા જસ્ટીસ અરૂણ મિશ્રાએ જણાવ્યું હતું. વિશ્વ સમક્ષા કલાયમેન્ટ ચેન્જની વિધાતર્ક અસરોથી સહુ ચિંતિત થઈ રહ્યા છે, જયારે ભારતીય  સંસ્કૃતીમાં પીપળો, વડ, તુલસી જેવા વૃક્ષોની પુજા, પ્રાણીઓના દેવતાઓના વાહન સ્વરૂપે તેની સુરક્ષા તેમજ જીવ-જંતુઓની કાળજી લેવાનું કહેવાયું છે. 

ભૂમિનું વ્યાપક દોહન થઈ રહ્યું છે, વાયુ પ્રદૂષિત થઈ રહી છે, નદી-જળાશયો દૂષિત કરવામાં કાંઈ કમી નથી રાખી. કારણ કે આપણે જળ, વાયુ, ભૂમિ, આકાશને પંચ મહાભુત તરીકે પુજવાના શાસ્ત્રોના આદર્શને ભૂલી ગયા છીએ. આ સંજોગોમાં ભારીય સંસ્કૃતિમાં દર્શાવેલા આદર્શોને અનુસરવા જણાવ્યું હતું. 

આજે એર વીંગ કમાન્ડર મનોજકુમારએ શિબીરાર્થીઓને સંબોધના સદૈવ માતા-પિતા અને પથદર્શક શિક્ષક પ્રત્યે આદરભાવ વધવા માટે લક્ષ્ય નિર્ધારીત કરી સ્વયંશિસ્ત કેળવવા જણાવાયું હતું. આજના પ્રાસંગિક ઉદ્દબોધનમાં સ્વામી ધર્મબંધુજીએ શિબિરાર્થીઓને શારીરિક અને માનસિક રીતે સક્ષમ બનવા જણાવ્યું હતું. આજે એરફોર્સના હેલિકોપ્ટરો દ્વારા રોમાંચક એર શો યોજાયો હતો. પ્રતિદિન રાત્રીના વિવિધ રાજયોના શિબીરાર્થીઓ દ્વારા અદ્દભૂત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળવા લાયક રજુ થઈ રહ્યા છે. લશ્કરની વિવિધ પાંખોના અને ઈસરોના પ્રદર્શન નિહાળી શિબિરાર્થીઓ રોમાંચિત થયા હતા.