છેલ્લા 3 વર્ષમાં ભારતમાંથી 37.79 લાખ ટન માંસની નિકાસ, વિશ્વમાં ત્રીજા ક્રમે, સરકારે સંસદમાં આપી માહિતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Government Statistics: અહિંસા પરમો ધર્મઃનું પ્રાચીન સૂત્ર જેના જીવનમાં જોડાયેલું છે તે ભારતમાંથી ગત ત્રણ વર્ષ દરમિયાન 37,78,691 ટન માંસની નિકાસ કરવામાં આવી છે અને ગત વર્ષે માંસ ઉત્પાદન વધીને 102 લાખ ટનને પાર થયું છે. તાજેતરમાં રાજ્યસભામાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રીએ એક પ્રશ્નના ઉત્તરમાં આપેલી વિગત અનુસાર ભારત બફેલો મીટની નિકાસમાં યુ.એસ.ડોલર મૂજબ ગણતરી કરતા સતત ત્રણ વર્ષથી પાંચમા સ્થાન ઉપર અને એક્સપર્ટ થતા માંસનું વજન મુજબ બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા પછી 3જા ક્રમે છે. આ ત્રીજો ક્રમ વર્ષ 2022,2023 અને 2024માં જળવાઈ રહ્યો છે.
ગત વર્ષ 2024-25માં રૂ.35,233 કરોડની કિંમતના 12.74 લાખ ટન માંસની નિકાસ કરાઈ હતી. જે ગત વર્ષે રૂ.31,765 કરોડની કિંમતનું 13.13 લાખ ટન હતી. સૌથી વધુ નિકાસ વિયેતનામ,ઈજીપ્ત, મલેશિયા, યુ.એ.ઈ. અને ઈન્ડોનેશિયામાં કરવામાં આવી છે. ગત વર્ષે 2024માં 12,38,648 ટન બફેલો મીટની નિકાસ સાથે ભારતે વિશ્વમાં ત્રીજુ સ્થાન જાળવી રાખ્યું હતું.
બીજી તરફ, ગત વર્ષે સરકારના જારી આંકડા મૂજબ દેશમાં દૂધનું ઉત્પાદન વર્ષ 2022-23થી 3.78 ટકા વધીને 239.30 મિલિયન ટન (2393 લાખ ટન) થયું છે. જ્યારે માંસનું ઉત્પાદન 4.95 ટકા વધીને 102.50 લાખ ટન અને ઈંડાનું ઉત્પાદન પણ 3.17 ટકા વધીને 1427.70 લાખ ટને પહોંચ્યું છે.








