Get The App

ભારતમાં ગ્લોબલાઈઝેશનનું 35 વર્ષનું સરવૈયું, GDPમાં સાત ગણો, વિદેશી મૂડી રોકાણમાં 1274 ગણો વધારો

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
ભારતમાં ગ્લોબલાઈઝેશનનું 35 વર્ષનું સરવૈયું, GDPમાં સાત ગણો, વિદેશી મૂડી રોકાણમાં 1274 ગણો વધારો 1 - image

વડોદરાઃ ભારતમાં ગ્લોબલાઈઝેશનની નીતિઓ લાગું થયે ૩૫ વર્ષ થઈ ચૂકયા છે. આજે ભારત દુનિયાનું ચોથા નંબરનુ અર્થતંત્ર બની ચૂકયું છે.આ સમયગાળામાં ભારત પર તેની શું અસર થઈ છે  તે જાણવા માટે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના બિઝનેસ ઈકોનોમિક્સ વિભાગના સંશોધક  અપર્ણા ગંગાધરને  વરિષ્ઠ અધ્યાપક ડો.અર્ચના ફુલવારીના હાથ નીચે પીએચડી કર્યું છે.

ભારત પાસેના સોનાની કિંમત ૬.૬૮ ટ્રિલિયન રુપિયા, યુનિ.ના બિઝનેસ ઈકોનોમિક્સ વિભાગના સંશોધકોએ  ગ્લોબલાઈઝેશન ઈન્ડેક્સ તૈયાર કર્યો 

આ પીએચડીના ભાગરુપે તેમણે ૩૧ પરિબળોનો ઉપયોગ કરીને પાંચ અલગ -અલગ ઈન્ડેક્સ હેઠળ ગ્લોબલાઈઝેશનની અસરોની ચકાસણી કરી છે.જેમાં ઈકોનોમિક ગ્લોબલાઈઝેશન ઈન્ડેક્સ, ફાઈનાન્સિયલ ગ્લોબલાઈઝેશન ઈન્ડેક્સ, પોલિટિકલ ગ્લોબલાઈઝેશન ઈન્ડેક્સ, ટેકનોલોજીકલ ગ્લોબલાઈઝેશન ઈન્ડેક્સ હેઠળ ગ્લોબલાઈઝેશનની અસરને જાણવાનો પ્રયત્ન કર્યો છે.

ડો.અર્ચના અને અપર્ણા ગંગાધરનનું કહેવું છે કે, દરેક ઈન્ડેક્સમાં ૧૦૦નો સ્કોર રાખવામાં આવ્યો છે.આ પાંચ ઈન્ડેકસના આધારે ઓવરઓલ ગ્લોબલાઈઝેશન ઈન્ડેકસને પણ તારવવામાં આવ્યો છે.જેમાં ભારતને ૧૦૦માંથી ૯૦નો સ્કોર મળ્યો છે.જે દર્શાવે છે કે, ભારતમાં ગ્લોબલાઈઝેશન મહદઅંશે સફળ થયું છે.ગ્લોબલાઈઝેશનની શરુઆત ૧૯૯૧-૯૨થી થઈ હતી.ત્યારથી લઈને અત્યાર સુધીમાં  ભારતની જીડીપી, આયાત-નિકાસ, વિદેશી હુંડિયામણ, લોકોના ખર્ચ, ભારતમાં આવતા વિદેશી મૂડી રોકાણમાં કેટલો વધારો થયો તેની   પણ સરખામણી કરવામાં આવી છે.જેને ધ્યાનમાં લઈએ તો ભારતની જીડીપી ૧૯૯૧-૯૨માં ૨૫ ટ્રિલિયન રુપિયા હતી અને અત્યારે ૧૮૮ ટ્રિલિયન રુપિયા છે.આમ ભારતની જીડીપીમાં ૩૫ વર્ષમાં ૭.૩૯ ગણો  વધારો થયો છે.

આ જ રીતે ભારતમાં આવતું સીધુ વિદેશી મૂડી રોકાણ ૧૯૯૧માં લગભગ ઝીરો હતું.જે આજે ૨.૧૯ ટ્રિલિયન રુપિયા છે.આમ વિદેશી મૂડી રોકાણ ૧૯૯૧ના મુકાબલે ૧૨૭૪ ગણું વધ્યું છે.ભારત પાસેના સોનાના ભંડારની કિંમતમાં પણ ગ્લોબલાઈઝેશન બાદ ૯૭.૮૫ ગણો વધારો થયો છે.આજે ભારત પાસે ૬.૬૮ ટ્રિલિયન રુપિયાનું સોનું છે.દેશનું બહારી દેવું પણ ૧.૬૩ ટ્રિલિયનથી વધીને ૫૫.૪૩ ટ્રિલિયન થયું છે.આમ દેવું ૩૩.૯૫ ગણું થયું છે.

ભારતના અર્થતંત્રના વ્યાપને દર્શાવતા આંકડા( ટ્રિલિયન રુપિયામાં) 

પરિબળ ૧૯૯૧-૯૨ ૨૦૨૪-૨૫ કેટલા ગણો વધારો 

જીડીપી ૨૫.૪૧ ૧૮૮ ૭.૩૭

વસ્તુઓની નિકાસ ૦.૪૪ ૩૭.૦૧ ૮૪.૦૩

વસ્તુઓની આયાત ૦.૪૭ ૬૦.૮૯ ૧૨૭ 

સર્વિસની નિકાસ ૦.૧૨ ૨૮.૨૪ ૨૨૮.૭૩

સર્વિસની આયાત ૦.૦૯ ૧૪.૭૬ ૧૬૦.૧૯

ઘરઆંગણે ગ્રાહકોની ખરીદી ૧૬.૮૫ ૧૦૬.૧૯ ૬.૩૦

સરકારનો ખર્ચ ૨.૮૩ ૧૭.૦૭ ૬.૦૧

ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતનો ખર્ચ

(ગ્રોસ ફિક્સ કેપિટલ) ૫.૬૮ ૬૩.૩૩ ૧૧.૧૪

કસ્ટમ અને બીજી ઈમ્પોર્ટ ડયુટી ૦.૨૦ ૧૩.૪૬ ૬૫.૩૩

વિદેશી મૂડી રોકાણ ૦.૦૦૧૭ ૨.૧૯ ૧૨૭૪

શેરબજારમાં વિદેશી રોકાણ ૩.૬૯ ૩૬૯૨

સોનાની કિંમત ૦.૬૮ ૬.૬૮ ૯૭.૮૫

કુલ ફોરેન એક્સચેન્જ રિઝર્વ ૦.૧૧ ૫૭.૧૨ ૫૦૦

ભારતનું બહારી દેવું ૧.૬૩ ૫૫.૩૪ ૩૩.૯૫

રિસર્ચ પાછળનો ખર્ચ ૦.૦૫ ૧.૨૭ ૨૩.૬૦

બહારથી મોકલાતા પૈસા ૦.૦૪ ૧૦.૦૧ ૨૧૭.૮૭

વિદેશી પ્રવાસીઓ થકી આવક ૦.૦૪ ૨.૩૧ ૫૩.૭૧

(આ તમામ ગણતરી કોન્સ્ટન્ટ પ્રાઈઝ પર આધારિત છે) 

એન્ટી ગ્લોબલાઈઝેશનનો ટ્રેન્ડ હવે શરુ થયો 

ડો.અર્ચના ફુલવારી અને અપર્ણા ગંગાધરનનું કહેવું છે કે, છેલ્લા કેટલાક સમયથી હવે એન્ટી ગ્લોબલાઈઝેશન પણ જોવા મળી રહ્યું છે.હવે વેપાર માટે  દુનિયાના વિવિધ દેશો દ્વિપક્ષીય કરાર પર વધારે ધ્યાન આપી રહ્યા છે.જેમકે તાજેતરમાં ભારતે બ્રિટન સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ કર્યું છે.જેની વ્યાપક અસરો ઈકોનોમી પર આગામી પાંચથી દસ વર્ષમાં જોવા મળશે.

સામાજિક પરિબળો પર ગ્લોબલાઈઝેશનની અસર

પરિબળ ૧૯૯૧-૯૨ ૨૦૨૦-૨૩ કેટલાગણો વધારો

વિદેશી પ્રવાસીઓની સંખ્યા ૧૬.૭૭ લાખ ૯૫.૨૦ લાખ ૫.૬૭

વિદેશ જતા ભારતીય પ્રવાસીઓ ૧૯.૪૨ લાખ       ૧૧.૯૦

વિદેશ જતા વિદ્યાર્થીઓ ૬૪૬૬ ૨.૬૧ લાખ    ૪૦.૪૨

ભારત આવનારા વિદેશી વિદ્યાર્થી ૧૨૮૯૯ ૨૦૫૬૦ ૧.૫૯ વર્ક પરમિટ ૧.૪૩ લાખ ૧૩ લાખ ૯.૦૭

ધો.૧૧માં પ્રવેશ લેનારા વિદ્યાર્થી ૬૧.૫૭ લાખ ૨.૬૯ કરોડ ૪.૩૭ કોલેજમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થી ૫૨.૬૫ લાખ ૪.૧૩ કરોડ ૭.૮૫

જીવન ધોરણ સુધર્યું પણ બેકારીની સમસ્યા 

ગ્લોબલાઈઝેશનના કારણે લોકોનું જીવન ધોરણ સુધર્યું છે.દેશનો જીડીપી વધ્યો છે.જોકે આ ફાયદાની સામે ગ્લોબલાઈઝેશનનો હિસ્સો નહીં બની શકેલા લોકોની ગરીબી અને બેકારીના પડકારો પણ છે.

૧૯૯૧માં ૨ અને ૨૦૨૦માં ભારતના ૨૫ ટ્રેડ એગ્રિમેન્ટ 

ગ્લોબલાઈઝેશનના કારણે ભારતનો અન્ય દેશો સાથેનો વેપાર વધવાની સાથે સાથે ટ્રેડ એગ્રિમેન્ટની સંખ્યા પણ વધી છે.૧૯૯૧માં  ભારતે માત્ર બે ટ્રેડ એગ્રિમેન્ટ કર્યા હતા.યુનાઈટેડ નેશન્સના ૧૭ શાંતિ કરારોમાં ભારત સામેલ હતું અને ૩૧ વિદેશી સંગઠનોમાં ભારત સભ્ય હતું.૨૦૨૦-૨૧ના આંકડા પ્રમાણે ભારત ૨૫ ટ્રેડ એગ્રિમેન્ટ અને યુએનના ૩૦ શાંતિ કરારમાં સામેલ છે.૬૨ વિદેશી સંગઠનોમાં ભારત સભ્ય છે.

શેર બજારમાં વિદેશી રોકાણ માત્ર ૧૦ કરોડ રુપિયા હતું 

આજે શેરબજારનો સેન્સેક્સ ૮૦૦૦૦ની સપાટી વટાવી ગયો છે.શેરબજારમાં વિદેશી મૂડી રોકાણનો પ્રવાહ પણ વધ્યો છે.શેરબજારમાં ૩.૬૯ ટ્રિલિયન રુપિયાનું રોકાણ વિદેશી સંસ્થાઓનું અને રોકાણકારોનું છે પણ ગ્લોબલાઈઝેશનના પહેલા વર્ષે શેરબજારમાં માત્ર ૧૦ કરોડ રુપિયા મૂડી રોકાણ આવ્યું હતું.

Tags :