Get The App

અંડર-19 ત્રિકોણીય શ્રેણી માટે ભારત A અને B ટીમોની જાહેરાત : અફઘાનિસ્તાન સામે 17થી 30 નવેમ્બર સુધી બેંગલુરુમાં ત્રિકોણીય શ્રેણી

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
અંડર-19 ત્રિકોણીય શ્રેણી માટે ભારત A અને B ટીમોની જાહેરાત : અફઘાનિસ્તાન સામે 17થી 30 નવેમ્બર સુધી બેંગલુરુમાં ત્રિકોણીય શ્રેણી 1 - image

Vadodara : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની જુનિયર સિલેક્શન કમિટીએ આવનારી અંડર-19 ત્રિકોણીય શ્રેણી માટે ભારત A અને ભારત B ટીમોની જાહેરાત કરી છે. આ શ્રેણી 17 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી બેંગલુરુ સ્થિત બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે યોજાશે, જેમાં ત્રીજી ટીમ તરીકે અફઘાનિસ્તાન U-19 ભાગ લેશે.

ભારત A ટીમનું નેતૃત્વ વિહાન મલ્હોત્રા  કરશે જ્યારે વાઇસ કેપ્ટન અને વિકેટકીપર તરીકે અભિગ્યાન કુન્ડુ (એમસીએ) રહેશે. ટીમમાં વડોદરાના અશુતોષ મહીડા (બીસીએ) અને ગુજરાતના હેનિલ પટેલ તથા ખિલન પટેલનો પણ સમાવેશ થયો છે. ભારત B ટીમનું નેતૃત્વ એરન જ્યોર્જ કરશે અને વાઇસ કેપ્ટન તરીકે વેદાંત ત્રિવેદી પસંદ થયા છે. ટીમમાં સૌરાષ્ટ્રના યુવરાજ ગોહિલ અને હરવંશ સિંહ જેવા ખેલાડીઓનો સમાવેશ થયો છે. સિલેક્શન કમિટીએ જણાવ્યું છે કે આયુષ મ્હાત્રે હાલ રણજી ટ્રોફીમાં રમતો હોવાથી પસંદગી માટે ઉપલબ્ધ ન હતો, જ્યારે વૈભવ સૂર્યવંશીને એશિયા કપ (ACC રાઈઝીંગ સ્ટાર્સ) માટેની ભારત A ટીમમાં સ્થાન મળ્યું છે. વડોદરાના મીડીયમ ફાસ્ટ બોલર આશુતોષે કૂચ બિહાર ટ્રોફી 2024-25માં 5 મેચમાં 16 વિકેટ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. બરોડા ક્રિકેટ એસોસિએશને તેમની પસંદગી પર અભિનંદન પાઠવ્યા છે.