Get The App

સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યૂ, મેલેરિયાન વાયરલ ઈન્ફેક્સના કેસોમાં વધારો

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યૂ, મેલેરિયાન વાયરલ ઈન્ફેક્સના કેસોમાં વધારો 1 - image


સ્થાનિક હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો ઃ તંત્ર દ્વારા મુખ્ય રસ્તા સરકારી કચેરીઓ આસપાના વિસ્તારમાં દવાનો છંટકાવ કરાયો

સુરેન્દ્રનગર -  કમોસમી વરસાદ અને બેવડી ઋતુના કારણે સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યૂ, મેલેરિયા અને વાયરલ ઈન્ફેક્સના  કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેથી સ્થાનિક હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તંત્ર દ્વારા શહેરના મુખ્ય રસ્તા,  સરકારી  કચેરીઓ આસપાસના વિસ્તોમાં દવાનો છંટકાવ કરવાાં આવ્યો છે. 

કમોસમી વરસાદ અને બેવડી ઋતુના વાતાવરણને કારણે સુરેન્દ્રનગર શહેરમાં રોગચાળો વકર્યો છે. તાજેતરમાં પડેલા વરસાદના પરિણામે ઠેર-ઠેર પાણી ભરાવા અને ગંદકીના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. સ્થાનિક હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વયોવૃદ્ધ લોકો અને બાળકોમાં વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. કેસોની સંખ્યા વધતા આખરે મનપાનું મેલેરિયા વિભાગ સફાળું જાગ્યું છે. રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૃ કરવામાં આવી છે. શહેરના મુખ્ય રસ્તાઓ અને સરકારી કચેરીઓની આસપાસના વિસ્તારોમાં દવા તેમજ પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. મનપા દ્વારા મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા અને રોગચાળો વધુ ન ફેલાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.