મચ્છરજન્ય રોગના કેસમાં વધારો , અમદાવાદમાં ડેન્ગ્યૂના ૫૬૬, મેલેરિયાના ૧૨૪ કેસ નોંધાયા
એક સપ્તાહમાં ડેન્ગ્યૂના ૧૭૩, મેલેરિયાના ૪૧ કેસનો વધારો થયો
Updated: Sep 26th, 2023
અમદાવાદ,મંગળવાર,26 સપ્ટેમબર,2023
સતત વાદળછાયા અને ભેજવાળા વાતાવરણની વચ્ચે અમદાવાદમાં ડેન્ગ્યૂના
૫૬૬,મેલેરિયાના
૧૨૪ કેસ નોંધાયા છે.એક સપ્તાહમાં ડેન્ગ્યૂના ૧૭૩ તથા મેલેરિયાના ૪૧ કેસનો વધારો થવા
પામ્યો છે.
અમદાવાદમાં મેલેરિયાના ૧૨૪ કેસ,ઝેરી મેલેરિયાના
૧૩ ઉપરાંત ડેન્ગ્યૂના ૫૬૬ કેસ નોંધાયા છે.ચિકનગુનિયાના ૯ કેસ નોંધાયા છે.પાણીજન્ય
એવા ઝાડા ઉલટીના ૩૩૫, કમળાના
૧૬૨, ટાઈફોઈડના
૩૪૮ કેસ નોંધાયા છે.૧૭ સપ્ટેમબર સુધીમાં મેલેરિયાના ૮૩, ઝેરી મેલેરિયાના
૮ ,ડેન્ગ્યૂના ૩૯૩
તથા ચિકનગુનિયાના ૬ કેસ નોંધાયા હતા.સપ્ટેમબરમાં કોલેરાના ૬ કેસ નોંધાયા છે.શહેરના
વિવિધ વોર્ડ વિસ્તારમાંથી ઓગસ્ટ માસ સુધીમાં પાણીના ૨૯૦૭ સેમ્પલ તપાસ માટે લેવામાં
આવ્યા હતા.આ પૈકી સપ્ટેમબરમાં ૨૨૬ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો
છે.સપ્ટેમબરમાં ૪૬ સેમ્પલ સાથે ૨૪ સપ્ટેમબર સુધીમાં પાણીના ૬૨૭ સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે.
૦થી ૮ વર્ષ સુધીના ૩૩૭ બાળકો ડેન્ગ્યૂ સંક્રમિત
શહેરમાં વધી રહેલા મચ્છરજન્ય રોગની સાથે ૦ થી ૮ વર્ષ સુધીના
૩૩૭ બાળકો ડેન્ગ્યૂ સંક્રમિત થયા છે.મ્યુનિ.ના સત્તાવાર રેકર્ડ મુજબ, આ વર્ષના આરંભથી
૧૭ સપ્ટેમબર સુધીના સમયમાં ૯૨૪ પુરુષ તથા ૬૫૫ મહિલા ડેન્ગ્યૂ સંક્રમિત થયા છે.
વય ડેન્ગ્યૂ
સંક્રમિત દર્દી
૦થી ૧ ૫૬
૧થી ૪ ૧૨૪
૫થી ૮ ૧૫૭
૯થી ૧૪ ૧૯૪
૧૫થી વધુ ૧૦૪૮
પુરુષ ૯૨૪
મહિલા ૬૫૫