Get The App

સેવાલિયામાં બેંકથી ત્રણ રસ્તા સુધી અધૂરાં રોડના કામના લીધે હાલાકી

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
સેવાલિયામાં બેંકથી ત્રણ રસ્તા સુધી અધૂરાં રોડના કામના લીધે હાલાકી 1 - image


- મોટા ખાડાંથી અકસ્માતનો ભય

- મહીસાગર પુલથી એક્સપ્રેસ હાઈવેને જોડતા રોડનું 20 કરોડના ખર્ચે બાકી કામના કારણે લોકો પરેશાન

સેવાલિયા : મહીસાગર પુલથી એક્સપ્રેસ હાઈવેને જોડતા રોડનું ૨૦ કરોડના ખર્ચે કામ છે. ત્યારે સેવાલિયામાં બેંકથી ત્રણ રસ્તા સુધી રોડનું કામ હજૂ અધૂરું છે. ત્યારે રસ્તા પર ખાડાઓના લીધે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ગલતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલિયામાં ત્રણ રસ્તાથી સેવાલિયા અર્બન બેંક સુધી રોડ ઉપર મોટા ખાટા પડી ગયા છે. ખાડાંમાં પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકો, રાહદારીઓને ખાડાંમાં પડવાથી ગંભીર ઈજાઓ થવાનો ભય છે. સરકારી કચેરીઓમાં કામ અર્થે તેમજ બજારમાં ખરીદી માટે આસપાસના ગામોના લોકો સેવાલિયામાં આવે છે. શાળાના બાળકો, સ્કૂલવાન પણ આ જ રસ્તેથી પસાર થાય છે. ત્યારે બિસ્માર રોડથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.  સેવાલિયાથી ઇન્દોર- અમદાવાદ હાઇવે પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ત્યારે મોટા ખાડામાં પસાર થતા હેવી વાહનો ગંભીર અકસ્માત સર્જી શકે છે. ઉપરાંત સેવાલિયા બજારમાં ટ્રાફિક પણ ખૂબ વધશે. ત્યારે મોટા ખાડા તાકીદે રિપેર કરવામાં આવે તેવી લોકોની માંગણી છે.

ખાડાઓની તાકીદે મરામત પૂરી કરાશે : આર એન્ડ બી વિભાગ

આ અંગે આર એન્ડ બીના નાયબ કાર્યપાલક ઈજનેર મહેન્દ્ર ઝાલાનો સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. ત્યારે આર એન્ડ બીના એસઓ હેમંત બીલવાલે જણાવ્યું હતું કે, બાકી રહેલા કામને ઝડપી પૂરું કરવા માટે કેટલાક વેપારીઓની નડતરરૂપ જગ્યા હોવાથી જે ખુલ્લી કરી આપી સહકાર આપે તો રોડનું કામ ઝડપી પૂરું થઈ શકે. ખાડાઓની અમો તાકીદે મરામત પૂરી કરી દઈશું. 

નડિયાદમાં ભાગેલું યુગલ ઝડપાયું  ડાકોર પોલીસને યુવતી સોંપાઈ

નડિયાદ ઃ ખેડા- નડિયાદ એલસીબી ટીમ તા. ૧૨/૦૭/૨૦૨૫ના રોજ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન નડિયાદ સંતરામ મંદિર પાસેથી એક યુગલ શકમંદ હાલતમાં મળી આવ્યું હતું. જેથી તેઓને એલ.સી.બી ઓફિસે લાવી બંન્નેની પુછપરછ કરતા બંન્ને ગત તા. ૧૮/૦૪/૨૦૨૩ના રોજ પોતાના ઘરેથી ભાગી ગયેલ હતા. ડાકોરથી ગુમ થનારી છોકરીના કાકા (રહે. બોરડી સદાવગો તા.ઠાસરા)એ પોતાના ભાઇની દિકરી ગુમ થવા બાબતે ડાકોર પોલીસ સ્ટેશનમાં તા.૨૦/૦૪/૨૦૨૩ના રોજ ગુમ જાણવાજોગ દાખલ કરાવી હતી. જે અંગેની ખરાઈ કરીને મહિલાને ડાકોર પોલીસને સોંપવામાં આવી છે.

Tags :