વિદેશી સંપત્તિ-આવક જાહેર કરવાની ફરજ પાડવા ૨૫૦૦૦ કરદાતાઓની યાદી તૈયાર

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટ આવકવેરા વિભાગ પ્રથમ તબક્કામાં લગભગ ૨૫,૦૦૦ હાઇ-રિસ્ક કેસોને વિદેશી સંપત્તિ જાહેર કરવા ફરજ પાડવાની તૈયારી કરી દીધી છે. જે કરદાતાઓએ વિદેશી સંપત્તિની ખરીદી કરી હોય અને તેને જાહેર ન કરી હોય તેવા કરદાતાઓની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. આ કેટેગરીમાં આવતા કરદાતાઓને રૃ. ૧૦ લાખ સુધીનો દંડ ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટની રકમ ઉપર ૩૦ ટકા ટેક્સ અને વ્યાજ વસૂલવામાં આવશે. તેમ જ તેમની પાસેથી જાહેર ન કરેલી રકમના ૩૦૦ ટકા સુધીની પેનલ્ટી પણ વસૂલકરશે. પરિણામે વિદેશી રોકાણ છુપાવીનો કરદાતાઓએ મોટી નાણાંકીય નુકસાની વેઠવાની નોબત આવી શકે છે.કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં અન્ય દેશો સાથેની ભારતમાંથી તેમના દેશમાં મિલકત ખરીદનારાઓની વિગતો આપવા માટેના કરાર હેઠળ માહિતી મેળવી લેવામાં આવી છે. આ માહિતીનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું છે કે વિદેશમાં રોકાણ કરીને જાહેર ન કરનારાઓની સંખ્યા અંદાજે ૨૫૦૦૦ની છે. આ તમામ કેસોને હાઇ-રિસ્ક કેસોને કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. આ કેટેગરીમાં કરદાતાનું વિદેશી સંપત્તિમાં રોકાણ દેખાય છે, પરંતુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ૈં્ઇ-આવકવેરાના રિટર્નમાં જાહેર કરાયું નથી.
આ કરદાતાઓને ૩૧ ડિસેમ્બર સુધી તેમના રિટર્નમાં સુધારો કરી દેવાની તક આપવામાં આવી છે. છતાં તેમના રિટર્ન સુધારવામાં ન આવે તો ડિસેમ્બર મધ્યથી બીજા તબક્કામાં તેને માટેના પ્રચારને વધુ વિસ્તૃત કરવામાં આવશે. સીબીડીટીના ધ્યાનમાં આવી ગયું છે કે મોટાં કોર્પોરેટ્સનાં ઘણાં કર્મચારીઓ, જેઓ પાસે વિદેશી સંપત્તિ છે પરંતુ તેમણે આવક જાહેર નથી કરી તેથી તેમના નામની યાદી તૈયાર કરવામાં આવી છે.
બ્લેક મની એક્ટ હેઠળ તેમને દંડ થઈ શકે છે. સ્થાવર મિલકત સિવાયની વિદેશી સંપત્તિની કુલ કિંમત રૃ. ૨૦ લાખથી વધારે હોય અને તેને જાહેર ન કરવામાં આવે તે કરદાતાને રૃ. ૧૦ લાખનો દંડ કરવામાં આવશે. તદુપરાંત ઇન્વેસ્ટમેન્ટની રકમ પર ૩૦ ટકા ટેક્સ અને ટેક્સ ઉપરાતં ૩૦૦ ટકા સુધીનું દંડાત્મક વ્યાજ પણ વસૂલવામાં આવી શકે છે.
ગયા વરસે આ કેટેગરીમાં મૂકેલા કરદાતાઓમાંથી ૨૪,૬૦૦થી વધુ કરદાતાઓએ તેમના રિટર્ન સુધારી લીધા હતા. તેમણે રૃ. ૨૯,૦૦૦ કરોડથી વધુના મૂલ્યની વિદેશી સંપત્તિ જાહેર કરી હતી. તેમ જ અંદાજે રૃ. ૧,૧૦૦ કરોડ વિદેશી આવક જાહેર કરી હતા. ગયા વરસે અંદાજે રૃ. ૧,૦૮૦ કેસોનું મૂલ્યાંકન કર્યું હતા. તેમની પાસેથી અંદાજ રૃ. ૪૦,૦૦૦ કરોડની ડિમાન્ડ ઉભી કરવામાં આવી હતી.








