Gujarat
વડોદરામાં આવકવેરા વિભાગ દ્વારા ટેક્સપેયર્સ હબનું આયોજન
By GS TEAM
6 Oct 20251 min read

વડોદરા,આવકવેરા વિભાગ દ્વારા આજથી વડોદરામાં ત્રણ દિવસનો ટેક્સપેયર્સ હબ શરૃ થયો છે. જેના દ્વારા આવકવેરાના વર્ષ ૨૦૨૫માં કાયદામાં થયેલા સુધારાથી માંડીને ટીડીએસ, એમએસએમઇ સેકટરના ઉદ્યોગો, સહકારી સંસ્થાઓ વગેરે માટે આવકવેરાની અને ટીડીએસની સમજ આપતા સત્રોનું આયોજન કરાયું છે.
અત્યાર સુધીમાં મદુરાઇ, કટક, રાંચી, અજમેર, ચંડીગઢ, ભાગલપુર, સિલિગુરી વગેરે સ્થળે ટેક્સપેયર્સ હબ યોજાયા છે, અને ટેક્સ ભરવા લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે. બાળકો અને કોલેજિયનો પણ આવકવેરા વિશે માહિતગાર થાય તે જરૃરી ગણાવીને ક્વિઝ, ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરાયું છે. ટેક્સ હબમાં સુરતના ચીફ કમિશનર, દિલ્હીથી સીબીડીટીના અધિકારીઓ, સુરત, અમદાવાદ અને આણંદથી પણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.









