વડોદરામાં વધુ બે એક્સિડન્ટ એરપોર્ટ સર્કલ અને સ્ટેશન રોડ પર બે બાઇક ચાલકને અડફેટમાં લીધા
વડોદરાઃ કારેલીબાગના હિટ એન્ડ રનના બનાવ પછી પણ શહેરમાં અકસ્માતના બનાવો સતત જારી રહ્યા છે.કારની અડફેટમાં સ્કૂટર ચાલક આવી જવાના જુદાજુદા બે બનાવ બન્યા છે.
હરણીરોડ વિસ્તારમાં એક બાઇક ચાલકને કારે અડફેટમાં લીધો હોવાનો મોડી રાતે કોલ મળતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી.પરંતુ તે દરમિયાન અકસ્માતના બનાવમાં સમાધાન થઇ ગયું હતું.પરંતુ સ્થળ પાસેથી મહેશ રાવજીભાઇ પરમાર (રતન પ્રથમ રાઇઝ,તરસાલી) દારૃના નશામાં મળતાં તેની સામે કેસ કર્યો હતો.
આવી જ રીતે આજે બપોરે સ્ટેશન રોડ પર એક કાર ચાલકે ફૂડ ડિલિવરી બોયને ટક્કર મારી હોવાનો અને ત્યાર બાદ યુનિ.ના ગેટ સાથે કાર અથડાઇ હોવાનો બનાવ બનતાં પોલીસ દોડી આવી હતી.જો કે આ બનાવમાં પણ બાઇક ચાલકને ઇજા થઇ નહતી અને મોડી સાંજ સુધી ગુનો નોંધાયો નહતો.