Gujarat

શહેરની વિવિધ આવાસ યોજનામા લાભાર્થી સિવાય ઉપયોગ કરાતા ૩૫ આવાસ કોર્પોરેશને સીલ કરી દીધા

By GS TEAM
20 Oct 20251 min read
શહેરની વિવિધ આવાસ યોજનામા લાભાર્થી સિવાય ઉપયોગ કરાતા ૩૫ આવાસ કોર્પોરેશને સીલ કરી દીધા

  અમદાવાદ,સોમવાર,20 ઓકટોબર,2025

અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં મુખ્યમંત્રી,પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફાળવવામા આવેલા આવાસનો મુળ લાભાર્થીઓના બદલે અન્ય લોકો ઉપયોગ કરતા હોવાનો વિવાદ ઘણાં લાંબા સમયથી ચાલે છે. લાભાર્થી સિવાય ઉપયોગ કરાતા ૩૫ આવાસ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરી દીધા છે.૭૨ આવાસની ફાળવણી રદ કરવી કે કેમ એ અંગે અંતિમ નોટિસ અપાઈ છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ, શહેરના સાત ઝોનમાં આવેલી વિવિધ આવાસ યોજનાના આવાસો પૈકી કોર્પોરેશનની ટીમ દ્વારા અત્યારસુધીમા કુલ ૫૬૧૧ આવાસમાં સ્થળ તપાસ કરવામા આવી છે.જે પૈકી ૩૬૭ આવાસમા મુળ લાભાર્થીના બદલે અન્યો દ્વારા ઉપયોગ કરવામા આવતો હોવાથી શોકોઝ નોટિસ આપવામા આવી છે.શોકોઝ અપાયા પછી કોર્પોરેશન તરફથી આવાસની ફાળવણી રદ કરવી કે કેમ એ માટે અંતિમ નોટિસ અપાય છે.પરંતુ એક  પણ આવાસની ફાળવણી રદ કરવામા આવી નથી.પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧૫ આવાસ જયારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સાત આવાસ સીલ કરાયા છે.દક્ષિણ અને પૂર્વ ઝોનમા પાંચ-પાંચ આવાસ સીલ કરાયા હતા.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ત્રણ આવાસ સીલ કરાયા હતા.