Get The App

વડોદરામાં અક્ષર એપાર્ટમેન્ટના બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા : લોકોએ જાતે જ રખેવાળી શરૂ કરી

Updated: Oct 10th, 2024

GS TEAM

Google News
Google News
વડોદરામાં અક્ષર એપાર્ટમેન્ટના બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા : લોકોએ જાતે જ રખેવાળી શરૂ કરી 1 - image


Vadodara Theft Case : વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા અક્ષર એપાર્ટમેન્ટના બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. અગાઉ પણ તસ્કરો આવ્યા હોય સ્થાનિક લોકોએ ભેગા મળી જાતે જ પોતાની સોસાયટીની રક્ષા કરવા મક્કમ બન્યા છે.

 વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં બનતા ચોરીના બનાવો અને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રિના સમયે ટોળકી હથિયારો સાથે ધસી આવતી હોવાની દહેશત પણ લોકોમા ફેલાઈ છે. વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં નારાયણ નગરમાં આવેલા અક્ષર એપાર્ટમેન્ટમાં રહેતા કેટલાક લોકો ગરબા જોવા માટે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ બે બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. તાળા સાથે નકુચો કાપી તસ્કરો મકાનમાં ગયા હતા અને સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. બે પૈકી એક મકાનમાંથી ચાંદીની પાયલ ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે અન્ય મકાનમાંથી કોઈ વસ્તુ કે રોકડ રકમ ગઈ નથી. મકાન માલિક પરત આવતા જાળી તથા દરવાજા ખુલ્લા હોય પાડોશીને જાણ કરી હતી. જેથી સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને લાકડી સહિતના હથિયારો લઈને પોતાની સોસાયટીની સુરક્ષા માટે ગોઠવાઈ ગયા હતા. જાણવા મળ્યા મુજબ સ્થાનિકોએ બાઇક પર ત્રણ તસ્કરોને જતા જોયા હોવાનું જણાવી રહ્યા છે.

Tags :