Get The App

વર્ષ-2025 માં 7 હજારથી વધારે મહિલાઓએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી

Updated: Jan 14th, 2026

GS TEAM

Google News
Google News
વર્ષ-2025 માં 7 હજારથી વધારે મહિલાઓએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી 1 - image

- ભાવનગર શહેર અને જિલ્લામાં સૌથી વધારે ઘરેલું હિંસાના બનવો બન્યા

- જાતિય સતામણી, ઘરેલું હિંસા વગેરે જેવા 1364 કેસોમાં ટીમ મહિલાની મદદે પહોંચી

ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં મહિલાઓના શારીરિક, માનસિક, જાતીય સતામણી કે ઘરેલુ હિંસા જેવા કેસોમાં મહિલા હેલ્પલાઈનને વર્ષ ૨૦૨૫ દરમિયાન કુલ ૭ હજારથી વધારે કોલ મળ્યા છે. તેમજ વર્ષ-૨૦૨૫ દરમિયાન ૧૩૬૪ કેસોમાં ટીમ મહિલાની મદદે પહોંચી છે. મહિલા હેલ્પલાઈનના આંકડાઓ પ્રમાણે ભાવનગરમાં સૌથી વધારે ઘરેલું હિંસાના કેસો સામે આવ્યા છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં વર્ષ-૨૦૨૫ દરમિયાન મહિલાઓ સાથે શારીરિક, માનસિક અને જાતિય સતામણી, ઘરેલું હિંસા, લગ્ન જીવનના વિખવાદો, લગ્નેત્તર સંબંધો અને કાયદાકીય માર્ગદર્શન અંગેના કિસ્સામાં મહિલા હેલ્પલાઈન ૧૮૧ને કુલ ૭૨૧૭ કોલ મળ્યા છે. જેમાંથી ૧૩૬૪ કિસ્સાઓમા ટીમ મહિલાની મદદે પહોંતી હતી. જે પૈકી ટીમ દ્વારા ૯૬૧ કેસોમાં સમાધાન કરાવવામાં આવ્યું હતું તથા ૩૫૦ મહિલાઓને બચાવ એજન્સીઓમાં રિફર કરવામાં આવ્યા હતા. મહિલાઓ સાથે થતી હિંસાઓના કિસ્સાઓમાં શહેર અને જિલ્લામાં વર્ષ-૨૦૨૫ દરમિયાન સૌથી વધારે ઘરેલું હિંસાના કેસ બન્યા છે. વર્ષ દરમિયાન મહિલા હેલ્પલાઈનને કસ્ટડીના ૨૬૧ કેસ, ઘરેલુ હિંસાના ૩૬૭૮ કેસ, લગ્નજીવનના વિખવાદોના ૩૫૧ કેસ, જનરલ માહિતી અને સરકારી મહિલાલક્ષી યોજનાઓની પ્રાથમિક માહિતીના ૨૨૦ કેસ, શારીરિક-માનસીક અને જાતીય હેરાનગતિના ૧૪૪૦ કેસ, પરીવાર છોડયાના ૧૩૪ કેસ, અન્ય સબંધોના ૧૧૫ કેસ તથા કાયદાકીય માર્ગદર્શનના ૧૪૯ કોલ મળ્યા છે. આ એક વર્ષમાં સૌથી વધારે જુન-૨૦૨૫માં ૭૮૮ કોલ મળ્યા અને મે-૨૦૨૫માં સૌથી વધારે ૧૪૯ કેસમાં ટીમ મદદે પહોંચી હતી. જ્યારે સૌથી ઓછા ઓક્ટોબર-૨૦૨૫માં ૪૨૯ કોલ મળ્યા અને સપ્ટેમ્બર-૨૦૨૫માં સૌથી ઓછા ૫૨ કેસમાં ટીમ મદદે પહોંચી હતી.

વર્ષ દરમિયાન મહિલા હેલ્પલાઈનને મળેલા કોલની વિગત

માસ

કોલ

વાન ડિસ્પેચ

જાન્યુઆરી

૬૭૯

૧૧૦

ફેબુ્રઆરી

૬૯૧

૧૦૮

માર્ચ

૬૦૧

૧૩૨

એપ્રીલ

૬૨૪

૧૨૦

મે

૬૮૫

૧૪૯

જુન

૭૮૮

૧૪૭

જુલાઈ

૬૪૪

૧૩૨

ઓગસ્ટ

૫૯૩

૧૧૮

સપ્ટેમ્બર

૪૩૦

૫૨

ઓક્ટોબર

૪૨૯

૯૭

નવેમ્બર

૪૯૬

૯૪

ડિસેમ્બર

૫૫૭

૧૦૫

કુલ

૭૨૧૭

૧૩૬૪