For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

CA ફાઇનલના રિઝલ્ટમાં સુરતનો વિદ્યાર્થી દેશના ટોપ-50માં 13માં ક્રમે

Updated: Sep 13th, 2021

Article Content Image

- મૂળ રાજસ્થાનના શુભમ અગ્રવાલે 800 માંથી 577 માર્કસ મેળવ્યાઃ દેશની પરિણામ 11.76 ટકા

  સુરત

કોરોનાની મહામારી વચ્ચે ઓફલાઇન લેવાયેલી સી.એ ફાઇનલની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થતા ઓલ ઇન્ડિયાનું 11.76 ટકા પરિણામ આવ્યુ હતુ. જેમાં સુરતનો એક વિદ્યાર્થી ટોપ-50માં રેન્ક હાંસિલ કરીને દેશભરમાં સુરતનું નામ ચમકાવ્યુ હતુ.

કોરોનાના કારણે આ વર્ષે સી.એ ફાઇનલની પરીક્ષાનું શિડયુલ બે વખત બદલ્યા બાદ આખરે ધી ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ દ્વારા જુલાઇ-2021 માં ફાઇનલ પરીક્ષા લેવાનું નક્કી કરાયુ હતુ. ઓફલાઇન લેવાયેલી પરીક્ષાનું આજે પરિણામ જાહેર થતા દેશભરમાંથી બન્ને ગુ્રપમાંથી કુલ 23981 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી આજે 2870 વિદ્યાર્થીઓ પાસ થતા 11.76 ટકા જેટલુ પરિણામ આવ્યુ હતુ. જે 2870 વિદ્યાર્થીઓ પાસ થયા છે. તે સી.એ બન્યા છે.

આજના પરિણામમાં સુરતનો વિદ્યાર્થી શુભમ અગ્રવાલ ઓલ ઇન્ડિયા લેવલે ઝળકયો છે. આ વિદ્યાર્થીએ કુલ 800 માંથી 577 માર્કસ અને 72.12 ટકા સાથે ઓલ ઇન્ડિયા ટોપ-50 માં 13 મો રેન્ક મેળવીને સુરતનુ નામ ઝળકાવ્યુ હતુ. આ સિવાય અન્ય વિદ્યાર્થીઓ પણ થોડા માર્કસ માટે રેન્કની ગાડી ચૂકી ગયા હતા. બે વખત પરીક્ષા લંબાવાઇ હોવાથી વિદ્યાર્થીઓ થોડા નિરાશ થઇ ગયા હતા. પરંતુ મહેનત કરવાનું ચાલુ રાખીને આજે સારુ પરિણામ મેળવ્યુ છે. ખાસ કરીને ત્રણ પેપરો થોડા અટપટા પુછાયા હોવા છતા સુરતના વિદ્યાર્થીઓએ સારા માર્કસ મેળવ્યા છે.

પહેલી બે પરીક્ષામાં કોઇ રેન્ક મળ્યો છતા મહેનત કરતો રહ્યો

મૂળ રાજસ્થાનના વતની શુભમ અગ્રવાલનો આ પહેલા ફાઉન્ડેશન અને સીપીટીની પરીક્ષામાં કોઇ રેન્ક આવ્યો ના હતો. તેમ છતા અથાગ મહેનત કરવાનું ચાલુ રાખતા આજે દેશભરમાં તેનુ નામ છવાયુ છે. તે હાલ સી.એ સાથે સી.એસ.નો પણ અભ્યાસ કરી રહ્યો છે. તેના પિતા ટેક્સટાઇલ બ્રોકર છે. 

Gujarat