સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા યોજવામાં ભરતી પ્રક્રિયામાં લોકો ૧૩ જગ્યાઓ માટે ૨૪૫ અરજદારો ભરતી માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહ્યા
ખેડૂતો ૭/૧૨નું પોર્ટલ ધીમું ચાલતા ખેડૂતોના પગમાં પાણી ઉતરે ત્યાં સુધી લાઈનોમાં ઉભા રહેવા બન્યા મજબુર
108 ઇમર્જન્સી સેવાની પાયલોટની ભરતીમાં પણ ૨૦૫ લોકોએ લાઈનોમાં ઉભા રહી અને ભરતી થવા કવાયત શરૃ કરી
સુરેન્દ્રનગરમાં જે કચેરીમાં જોવો ત્યાં લાંબી લાઈનો જ લાઇનો
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા ઉદ્યોગો નથી કે મોટા કારખાનાઓ નથી કે મોટી ફેક્ટરીઓ નથી એટલે સુરેન્દ્રનગર જિલ્લો માં સૌથી મોટી રોજગારી હોય તો તે હાલ ખેતી ગણવામાં આવે છે અને છૂટક મજૂરી અને શ્રમદાન ને લગતી કામગીરી સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ પડતી થતી હોય છે ત્યારે હવે મહાનગરપાલિકા બનતા અલગ અલગ પ્રકારની ભરતી મહાનગરપાલિકામાં શરૃ કરવામાં આવી છે બીજી તરફ હાલની પરિસ્થિતિમાં બેરોજગારો દ્વારા ભરતીમાં જવા માટે નાનામાં નાની વેકેન્સી હોય તો પણ ભાગ લેવામાં આવી રહ્યો છે.
ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ૧૩ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા યોજવામાં આવી હતી જેમાં એસઆઈ લીગલ ઓફિસર પબ્લિક રિલેશન ઓફિસર તેમજ પીડીપી મેનેજર વર્ક આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર સેનિટેશન ઓફિસર ટેકનિકલ સુપરવાઇઝર પર્યાવરણ હાર્ડવેર અધિક ઈજનેર મદદ જેવી અલગ અલગ જગ્યાઓ માટે મહાનગરપાલિકા દ્વારા ભરતી પ્રક્રિયા શરૃ કરવામાં આવી હતી જેમાં વહેલી સવારથી મહાનગરપાલિકાના ઉમેદવારોની લાંબી કતારો લાગી ગઈ હતી ઓપન ભરતી રાખવામાં આવી હતી ત્યારે રજીસ્ટ્રેશનમાં પણ અત્યંત ભીડ જોવા મળી હતી ૧૩ જગ્યાઓ માટે ૨૪૫ અરજદારો દ્વારા નોકરી મેળવવા માટે અરજી કરવામાં આવી છે. બીજી તરફ ૧૦૮ ઈમરજન્સી ઓફિસ ખાતે પાયલોટની ભરતી પ્રક્રિયા શરૃ કરવામાં આવી હતી જોકે આ ભરતી સમગ્ર ગુજરાત રાજ્યમાં શરૃ કરવામાં આવી છે જેમાં પાયલોટ બનવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને ઓપન ભરતીમાં ભાગ લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી ૧૦૮ ઈમરજન્સી ઓફિસ ખાતે ૨૦૫ પાયલોટ બનવા માટે અરજીઓ કરવામાં આવી છે અને ભરતી થવા માટે પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે ત્યાં પણ લાંબી કતારો જોવા મળી હતી. બીજી તરફ હાલની પરિસ્થિતિમાં પાક નુકસાન વળતર સહાય પેકેજના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની તાલુકા પંચાયત કચેરીઓ ખાતે પણ ખેડૂતોની લાઈનો જોવા મળી હતી આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીઓમાં મામલતદાર ઓફિસમાં તેમજ જ્યાં સાતબાર ના દાખલા નીકળે છે ત્યાં સર્વર ધીમુ ચાલતું હોવાના કારણે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં હાલની પરિસ્થિતિમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ છે ત્યારે કાંઈક પોર્ટલ નથી ચાલી રહ્યા છો કંઈક ૭/૧૨ ના દાખલા નથી નીકળી રહ્યા તો બીજી તરફ તલાટીઓ સમયસર હાજર ન રહેતા વાવેતર ના દાખલાઓ માટે પણ ખેડૂતોને રજળપાટ કરવી પડી રહી છે. એટલે એક બાજુ ભરતી માટે અને બીજી બાજુ સહાય માટે સુરેન્દ્રનગર જિલ્લાની જનતા લાઈનોમાં ઊભી રહેલી નજરે પડી હતી. સામાન્ય જગ્યાઓ માટે પણ અરજદારોની પડા પડી થઈ રહી છે ત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બેરોજગારીનું પ્રમાણ સુરેન્દ્રનગર જિલ્લામાં વધી રહ્યું છે નવા ઉદ્યોગો છેલ્લા અનેક વર્ષોથી સુરેન્દ્રનગરમાં સ્થાપિત નથી થયા જે ઉદ્યોગો ચાલી રહ્યા છે તે પણ મૃતપાય અવસ્થામાં છે ત્યારે આગામી દિવસોમાં નવા ઉદ્યોગો સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાપિત કરી અને બેરોજગારીનું પ્રમાણ ઘટાડી અને રોજગારીની નવી તકો સર્જાય તે પ્રકારના પ્રયાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


