Get The App

YMCA કલબની બાજુના પ્લોટમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવા સુવિધા વધતા ટેન્ડર રદ કરવુ પડયું

રાજય સરકાર વધુ રકમ ગ્રાન્ટ પેટે આપશે,મુળ અંદાજની રકમમાં પણ વધારો થશે

Updated: Apr 11th, 2025

GS TEAM


Google News
Google News

    YMCA કલબની બાજુના પ્લોટમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવા સુવિધા વધતા ટેન્ડર રદ કરવુ પડયું 1 - image 

  અમદાવાદ,ગુરુવાર,10 એપ્રિલ,2025

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં વાય.એમ.સી.એ.કલબની બાજુના પ્લોટમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાના કામમાં સુવિધામાં વધારો થતાં મ્યુનિ.તંત્રને અગાઉ કરાયેલ ટેન્ડરને રદ કરવાની ફરજ પડી છે. આ કામ માટે હવે નવેસરથી ટેન્ડર કરાશે.વર્કીંગ વુમન હોસ્ટેલ બનાવવા રાજય સરકાર વધુ રકમ ગ્રાન્ટ પેટે આપશે. આ પરિસ્થિતિમાં અગાઉ મુકવામાં આવેલા મુળ અંદાજની રકમમાં પણ વધારો થશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ કમિટીની બેઠકમાં ટી.પી.સ્કીમ નંબર-૨૫ના ફાઈનલ પ્લોટ નંબર-૧૦૯ તથા ટી.પી.સ્કીમ નંબર-૨૬ના ફાઈનલ પ્લોટ નંબર-૬ પૈકીના પ્લોટમાં રુપિયા ૬.૨૧ કરોડના ખર્ચથી વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાના  શ્રીજી કન્સ્ટ્રકશનના ટેન્ડરને ૨૮ નવેમ્બર-૨૪ના રોજ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપેલા ટેન્ડરને રદ કરાયુ હતુ.રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલે કહયુ, આ પ્રોજેકટ માટે રાજયના મહિલા અને બાળવિકાસ વિભાગ તરફથી વધુ રકમ ગ્રાન્ટ પેટે મળવાની છે. સરકાર તરફથી મળનારી ગ્રાન્ટના આધારે કન્સલ્ટન્ટ દ્વારા નવી ડીઝાઈન  તૈયાર કરાઈ છે જે મુજબ, બેઝમેન્ટથી લઈ ચોથામાળ સુધીના પ્લાનીંગમાં ૯૨ રુમ થાય છે.જેમાં ડબલ સેરીંગ ઓકયુપન્સી ,બે ડોરમેટરી સાથે ૧૯૬ ઓકયુપન્સી થાય છે.ટેન્ડર અંદાજની રકમમા બે ગણો વધારો થતો હોવાથી અગાઉ કરવામા આવેલા ટેન્ડરને રદ કરી નવેસરથી ટેન્ડર કરવા નિર્ણય કરાયો છે.

Tags :