વોટર ઓપરેશનના નામે વીસ વોટર સ્ટેશનમાં સ્કાડા સિસ્ટમથી મોનિટરીંગ કરવા ત્રણ કરોડ ખર્ચાશે

અમદાવાદ,મંગળવાર,26 ઓગસ્ટ,2025
વોટર ઓપરેશનના નામે અમદાવાદના વધુ વીસ વોટર ડિસ્ટ્રીબ્યુશન
સ્ટેશનમાં સ્કાડા સિસ્ટમથી મોનિટરીંગ કરવા રુપિયા ત્રણ કરોડ ખર્ચાશે. નવુ ટેન્ડર
કરવાને બદલે પુનાની ચેતાસ કંટ્રોલ્સ પ્રા.લિ.ને કામ આપવા પાણી સમિતિમાં દરખાસ્ત
મંજૂર કરાઈ હતી.
અમદાવાદના વિવિધ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચતા રો
વોટરને ટ્રીટ કરી વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સુધી પહોંચાડાય છે.જયાંથી શહેરીજનોને
પાણી સપ્લાય આપવામા આવે છે. વર્ષ-૨૦૧૭માં
રો વોટરમાંથી ટ્રીટ કરાતુ પાણી વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સુધી પહોંચે તે
દરમિયાન કેટલો સમય જાય છે. પાણીનો કેટલો જથ્થો લીકેજના કારણે વેડફાઈ જાય છે વગેરે
બાબતોનુ કોમ્યુટરાઈઝ સિસ્ટમથી ઓનલાઈન
મોનિટરીંગ કરવુ.આ કારણથી ચેતાસ કટ્રોલ્સ પ્રા.લિ.ને ૫૧ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન
માટે પાંચ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સાથે કામ અપાયુ હતુ.જે પછી વર્ષ-૨૦૨૨માં
સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ કરી ૧૪૮ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન માટે ફરી આ જ એજન્સીને
સ્કાડા અંતર્ગત કામગીરી કરવા ત્રણ વર્ષનો કોન્ટ્રાકટ આપ્યો હતો.પાંચ જુન-૨૫ના રોજ
આ કોન્ટ્રાકટની મુદત પુરી થઈ ગઈ છે. કમિટી ચેરમેન દીલીપ બગરીયાએ કહયુ,નવુ ટેન્ડર ફાઈનલ
થાય ત્યાં સુધી આ એજન્સીને વીસ વોટર ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી અપાઈ છે.નોંધનીય છે
કે આ એજન્સી પાસે ૧૯૯ વોટર ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી આ એજન્સી પાસે છેલ્લે મંજુર
થયેલા ભાવ મુજબ કરાવવા મ્યુનિસિપલ કમિશનરે ભલામણ કરી છે.








