Gujarat

કોપનહેગેનાઈઝ ઈન્ડેકસ રીપોર્ટમાં અમદાવાદનો ૧૦૦ સાયકલ ફ્રેન્ડલી શહેરોમાં સમાવેશ કરાયોનો દાવો

By GS TEAM
20 Nov 20251 min read
કોપનહેગેનાઈઝ ઈન્ડેકસ રીપોર્ટમાં  અમદાવાદનો ૧૦૦ સાયકલ ફ્રેન્ડલી શહેરોમાં સમાવેશ કરાયોનો દાવો

  અમદાવાદ,બુધવાર,19 નવેમ્બર,2025

વિશ્વના સાયકલિંગ ફ્રેન્ડલી શહેરો માટે સર્વે કરતા કોપનહેગનાઈઝ ઈન્ડેકસના ૨૦૨૫ના રીપોર્ટમાં વિશ્વના ૧૦૦ શહેરોમાં અમદાવાદનો સમાવેશ કરાયો હોવાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાવો કરવામા આવ્યો છે. અમદાવાદમાં જે વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામા આવેલા સાયકલ ટ્રેક પૈકી મોટાભાગના ટ્રેક છે જ નહીં છતાં અમદાવાદને સાયકલ ફ્રેન્ડલી શહેર કઈ રીતે જાહેર કરાયુ એ બાબત શહેરીજનોમા ચર્ચાનો વિષય બનવા પામી છે.

રીપોર્ટમાં શહેરોનુ મૂલ્યાંકન ત્રણ મુખ્ય આધારસ્તંભ ઉપર કરવામા આવ્યુ હતુ.સેફ એન્ડ કનેકટ ઈન્ફ્રાસ્ટ્રકચર, યુસેજ એન્ડ રીચ તથા પોલીસી અને સપોર્ટની બાબતને લઈ એનાલીસીસ કરવામા આવ્યુ હતુ.સુરક્ષિત સાયકલ ટ્રેક, બાઈક પાર્કિંગ,દૈનિક સાયકલ ટ્રીપ્સનુ પ્રમાણ, મહિલાઓનુ સાયકલિંગમાં શેરીંગ જેવા અલગ અલગ તેર પેરામીટરને ધ્યાનમા લેવામા આવ્યા હતા.અમદાવાદનો સાયકલ ફ્રેન્ડલી શહેરોમા સમાવેશ કરાયાની જાહેરાતથી ખુદ મ્યુનિ.ભાજપના પદાધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.તેમના કહેવા મુજબ સાયકલ ટ્રેક તો જોવા મળતા નથી તો કયા આધારે આ પ્રકારની જાહેરાત કરાઈ હશે.