Updated: Mar 18th, 2023
- ત્રીજા માળે એક રૃમમાં એરકંડિશન્ડમાં શોટ સર્કિટ થયું : પોણો કલાકમાં આગ પર કાબૂ મેળવાતા રાહત
સુરત :
કતારગામમાં અશકતા આશ્રમ હોસ્પિટલ પાસે વૃદ્ધાશ્રમમાં રૃમમાં આજે બપોરે એસીમાં શોર્ટ સકટ થતા આગ ભડકી ઉઠતા નાસભાગ થઈ જવા આપી હતી.
ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ કતારગામ ખાતે આશ્રમ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા વૃદ્ધાશ્રમમાં ગ્રાઉન્ડ ફલોર, પહેલામાં અને બીજા માળે વૃદ્ધ સહિતનાઓ રહેતા હતા. તેવા સમયે ત્યાં ત્રીજા માળે એક રૃમમાં આજે શનિવારે બપોરે એસીમા ઇલેક્ટ્રીક શોર્ટ સકટ થતા આગ ભભૂકી ઉઠી હતી. જેના લીધે ત્યાં વધુ પ્રમાણમાં ધુમાડો નીકળવા માંડયો હતો. જેથી ત્યાં રહેતા વૃદ્ધ સહિતના લોકો તરત બહાર દોડી આવ્યા હતા.
કોલ મળતા ત્રણ ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયર જવાનો ઘટના સ્થળે પહોચી હતી અને ત્યાં વધુ ધુમાડો હોવાથી બે ફાયર જવાનોએ ઓક્સિજન માર્ક્સ પહેરીને કામગીરી કરી હતી. જોકે પોણો કલાકે આગ પર સંપૂર્ણ કાબુ મળતા ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગને લીધે એસી, ગાદલા, ટીવી, બારીના પડદા, વાયરીંગ સહિતની વસ્તુઓને નુકસાન થયું હતું. જોકે આ બનાવમાં કોઈ ઇજા જાનહાની થઈ નહી હોવાનું ફાયર ઓફિસર રમેશ સેલરે જણાવ્યું હતું.