થલતેજ વિસ્તારમાંઆવેલા આવાસમાં અન્ય ઈસમ રહેતા હોઈ ચાર આવાસ સીલ કરવામાં આવ્યા
૧૭ આવાસના લાભાર્થીને તેમને ફાળવેલા આવાસ રદ કરવા અંગે શોકોઝ
અમદાવાદ,શનિવાર,5 જુલાઈ,2025
થલતેજ વિસ્તારમાં આવેલ આર્થિક નબળા વર્ગના લોકો માટેના
આવાસમાં મુળ લાભાર્થીને બદલે અન્ય ઈસમ રહેતા હોઈ ચાર આવાસ સીલ કરાયા હતા. ૧૭
આવાસના લાભાર્થીને તેમને ફાળવેલા આવાસમાં અન્ય ઈસમ રહેતા હોવાથી ફાળવેલા આવાસ રદ કરવા શોકોઝ અપાઈ હતી.
સંત કબીર એપાર્ટમેન્ટ,
થલતેજ આવાસ યોજના ખાતે એસ્ટેટ વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી દરેક ફલોર ઉપર શનિવારે
તપાસ કરાઈ હતી.જે સમયે કેટલાક આવાસમાં મુળ
લાભાર્થીના બદલે સ્ટુડન્ટસ કે નોકરીયાત વર્ગના લોકો રહેતા હોવાની વિગત સામે આવી હતી.આ
કારણથી ચાર આવાસ સીલ કરાયા હતા.આ અગાઉ સોલા સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા પીપર હાઈટસ નામની પ્રધાનમંત્રી આવાસ યોજનાના
આવાસમાં દરેક ફલોર ઉપર તપાસ કરાતા મુળ લાભાર્થીના બદલે અન્ય લાભાર્થી રહેતા હોવાનુ
બહાર આવતા ચાર લાભાર્થીને તેમને ફાળવેલા આવાસ રદ કેમ ના કરવા એ અંગે શોકોઝ અપાઈ હતી.