Gujarat

વડોદરાના તરસાલીમાં એપાર્ટમેન્ટના હિસાબ બાબતે તકરાર થતા હુમલો

By GS TEAM
6 Oct 20251 min read
TukuTouch Logo
વડોદરાના તરસાલીમાં સોસાયટીના સભ્યો વચ્ચે હિસાબની માથાકૂટમાં મારામારી કર્યાની ફરિયાદ

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના તરસાલીમાં એપાર્ટમેન્ટના હિસાબ બાબતે તકરાર થતા હુમલો

Vadodara : વડોદરાના તરસાલીમાં શાંતમ ફ્લેટમાં રહેતા ઉષાબેન પ્રદીપકુમાર રોહિતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અમે જે છે ટાવરમાં રહીએ છીએ તેના માસિક મેન્ટેનન્સ રૂ.700 છે અને મારા પતિ કમિટી મેમ્બર નામે ભાવેશભાઈ તથા મિતુલભાઈ તથા અલ્પેશભાઈ પાસે બે દિવસ પહેલા બિલ્ડર દ્વારા હેન્ડ ઓવર કરેલા રૂપિયાના હિસાબની માગણી કરી હતી. પરંતુ તેઓ કોઇ જવાબ આપ્યો ન હતો.

જેથી ગઈકાલે રાત્રે 9:45 વાગે મારા પતિ અને ટાવરના સભ્ય કિશોરભાઈ તથા કિશનભાઇ ચૌધરી વગેરે સાથે કોમન કમિટીને હિસાબ બાબતે વાતચીત કરતા હતા. તે વખતે સી ટાવરમાં રહેતા મિતુલભાઈ પટેલ તથા અલ્પેશભાઈ આવ્યા હતા અને મારા પતિનો વિરોધ કરી જણાવ્યું હતું કે તમને હિસાબ નહીં મળે થાય તે કરી લે.. તેઓ બૂમાબૂમ કરતા હોય હું ટાવરની નીચે ગઈ હતી. તે વખતે આ બંને મારા પતિ સાથે જપાજપી કરી ગાળો બોલતા હતા. હું મારા પતિને છોડાવા જતા મિતુલભાઈની પત્ની પ્રિયાબેન મને જાતે અપમાનિત શબ્દો કહ્યા હતા અને તેઓનું ઉપરાણું લઈને અમિતભાઈ પરમારે લાફો મારી દીધો હતો.