Gujarat

સુરત: મેયર-કમિશ્નર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ બેસે તેની સામે સેન્ટ્રલ ઝોનની ઓફિસના દરવાજે જ દબાણ

By GS TEAM
7 Dec 20252 mins read
TukuTouch Logo
સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી જાહેર રસ્તા પરના દબાણનો મુદ્દો હોટ ટોપીક બન્યો છે. સુરત પાલિકા શહેરના વરાછા સહિત અન્ય વિસ્તાર માંથી દબાણ દુર કરવા માટે આક્રમક કામગીરી કરી રહી છે. પરંતુ માથા ભારે દબાણ કરનારાઓ પાલિકાની મિલકતોને પણ છોડતા નથી. સુરતના મેયર- કમિશ્નર અને પદાધિકારીઓ અધિકારીઓ બેસ છે તે પાલિકાની મુખ્ય ઓફિસની સામે આવેલી સેન્ટ્રલ ઝોનની ઓફિસના દરવાજે લાંબા સમયથી દબાણ છે તે દુર થઈ શકતું નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: મેયર-કમિશ્નર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ બેસે તેની સામે સેન્ટ્રલ ઝોનની ઓફિસના દરવાજે જ દબાણ

સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી જાહેર રસ્તા પરના દબાણનો મુદ્દો હોટ ટોપીક બન્યો છે. સુરત પાલિકા શહેરના વરાછા સહિત અન્ય વિસ્તાર માંથી દબાણ દુર કરવા માટે આક્રમક કામગીરી કરી રહી છે. પરંતુ માથા ભારે દબાણ કરનારાઓ પાલિકાની મિલકતોને પણ છોડતા નથી. સુરતના મેયર- કમિશ્નર અને પદાધિકારીઓ અધિકારીઓ બેસ છે તે પાલિકાની મુખ્ય ઓફિસની સામે આવેલી સેન્ટ્રલ ઝોનની ઓફિસના દરવાજે લાંબા સમયથી દબાણ છે તે દુર થઈ શકતું નથી. આ ઉપરાંત કમાલ ગલીમાં પાલિકાની વોર્ડ ઓફિસ બહાર જ ગેરકાયદે લારીઓનો જમેલો છે તે પણ દુર થઈ શકતો નથી.

વરાછા વિસ્તારમાં ગેરકાયદે દબાણ ની ફરિયાદ બાદ પાલિકા-પોલીસ તંત્રએ વાઘ બનીને બહાદુરીપૂર્વક દબાણ દુર કરી દીધા છે. આ ઉપરાંત શહેરના રાજમાર્ગ પર ભરાતા રાત્રી બજારના દબાણ દુર કરવા માટે પણ પાલિકા આયોજન કરી રહી છે. પાલિકા શહેરના અનેક વિસ્તારમાં દબાણ દુર કરવા માટે કવાયત કરી રહી છે. 

પાલિકા તંત્રની આ કામગીરીને સ્થાનિકો બિરદાવી રહ્યા છે પરંતુ પાલિકાની કેટલીક મિલકત  પર જ માથાભારે તત્વોના દબાણ હોવાનો મુદ્દો પણ પ્રકાશમાં આવ્યો છે. મુગલસરાઈ ખાતે આવેલી પાલિકાની મુખ્ય કચેરીમાં સુરતના મેયર સહિતના પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશઅ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ બેસે છે અને રોજની અવર જવર છે તેવા સેન્ટ્રલ ઝોન ની ઓફિસ ના દરવાજા પર જ માથાભારે તત્વોએ દબાણ કર્યું છે. સેન્ટ્રલ ઝોન ની ઓફિસના દરવાજાની ગ્રીલ પર જ પંકચરનો સમાન લટકાવી દેવામાં આવ્યો છે અને ઓફિસ બહાર જ દબાણ કરી દેવામા આવ્યું છે. રોજ સંખ્યાબંધ અધિકારી- નેતાઓની અવર જવર હોવા છતાં આ દબાણ દુર કરવાની કોઈનામાં હિંમત નથી. 

આવી જ રીતે સેન્ટ્રલ ઝોનમાં ચોક બજારમાં કમાલ ગલી આવી છે ત્યાં પાલિકાની વોર્ડ ઓફિસ છે આ વોર્ડ ઓફિસ બહાર જ સંખ્યા બંધ લારીઓનો જમેલો છે. આ લારીઓ એટલી બધી છે જે વોર્ડ ઓફિસ શોધવી પણ મુશ્કેલ બની જાય છે. આ સમસ્યા ઘણા વર્ષોથી છે પરંતુ પાલિકા આ જગ્યાએ કાયમી ધોરણે દબાણ હટાવી શકતા નથી. પાલિકા શહેરના અન્ય વિસ્તારમાં દબાણ કડકાઈથી દૂર કરે છે પરંતુ પોતાની મિલકત પરથી જ દબાણ હટાવી શકતી ન હોવાથી  પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.