Get The App

સુરતમાં ઠંડીનો પારો 2 ડિગ્રી સરકીને 14 ડિગ્રી નોંધાતા શહેરીજનો ઠુંઠવાયા

Updated: Jan 16th, 2024

GS TEAM

Google News
Google News
સુરતમાં ઠંડીનો પારો 2 ડિગ્રી સરકીને 14 ડિગ્રી નોંધાતા શહેરીજનો ઠુંઠવાયા 1 - image


- 4 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવા સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો : હજી ઠંડી વધવાની શક્યતા

        સુરત

સુરત શહેરમાં ઉત્તરના ઠંડા પવન સક્રિય થતા મંગળવારે ઠંડીનો પારો બે ડિગ્રી નીચે સરકીને ૧૪ ડિગ્રી નોંધાયો હતો. રેકોર્ડબ્રેક ઠંડીના કારણે શહેરીજનો આખો દિવસ અને રાત્રીના કાતિલ ઠંડીમાં ઠુઠવાયા હતા.

હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે મંગળવારે સુરતનું અધિકત્તમ તાપમાન ૨૯.૮ ડિગ્રી, લઘુત્તમ તાપમાન ૧૪.૦ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૪૪ ટકા, હવાનું દબાણ ૧૦૧૩.૧ મિલીબાર અને ઉત્તર દિશામાંથી કલાકના ૪ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. આમ ઉતરાયણ પછી ઠંડીનો ચમકારો વધતા આજે ફરી પાછુ સૌથી નીચું તાપમાન નોંધાતા શહેરીજનો કાતિલ ઠંડીમાં ઠુઠવાયા હતા. આજે આ વર્ષનું સૌથી નીચુ તાપમાન નોંધાયુ હતુ.

હવામાનવિદોના જણાવ્યા મુજબ ઉત્તર ભારતના રાજયોમાં થઇ રહેલી બરફ વર્ષાની અસર સુરતના હવામાનમાં નોંધાતા આગામી દિવસોમાં ઠંડી વધવાની શકયતા છે.

Tags :