Get The App

રાજકોટ યાર્ડમાં આવી 1.22 લાખ મણ મગફળી,1020 સુધીના ભાવ

- ખેડૂતોને ઓણ સાલ બજાર જ 'ટેકો' આપી દે તેવી આશા

Updated: Oct 22nd, 2018

GS TEAM

Google News
Google News

- મગફળીની ધૂમ આવક છતાં સિંગતેલના ભાવ ઉંચા! કપાસ વાવનારા ખેડૂતોને રાહત,ભાવ ૧૨૦૦ પર ગયા

રાજકોટ યાર્ડમાં આવી 1.22 લાખ મણ મગફળી,1020 સુધીના ભાવ 1 - imageરાજકોટ,તા. 22 ઓક્ટોબર 2018, સોમવાર

રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની ધૂમ આવક શરુ થઈ છે. યાર્ડના સૂત્રો અનુસાર આજે ૧૦,૫૦૦ ક્વિન્ટલ અર્થાત્ ૩૦ હજાર ગુણી સહિત બે દિવસમાં ૭૦ હજાર ગુણી એટલે કે આશરે ૧.૨૨ લાખ મણ મગફળીની આવક થઈ છે જેમાં ખાસ કરીને જીણી મગફળીના ભાવ આ વખતે ખેડૂતોને થોડી રાહત આપે તેવા રહ્યા છે. આજે મણ દીઠ રૂ।.૮૬૦થી રૂ।.૧૦૨૦ના ભાવે સુધી સોદા થયા હતા.

ેબેડી યાર્ડમાં આજે ૧૦.૫૦ લાખ કિલો મગફળીની આવક થઈ હતી. જેમાં ૭૫૦૦ ક્વિન્ટલ જીણી અને ૩૦૦૦ ક્વિન્ટલ જાડી મગફળીની આવક થઈ હતી જેમાં જીણી મગફળીના ન્યુનત્તમ રૂ।.૮૬૦થી ઉંચા ભાવ રૂ।.૧૦૨૦એ અને જાડી મગફળી રૂ।.૬૬૦થી ૯૬૪ પ્રતિ મણ (૨૦ કિલો) લેખે વેચાઈ હતી. આમ, ટેકાની નજીકના ભાવ રહ્યા છે પણ બીજી તરફ યાર્ડના સૂત્રો અનુસાર આજે આવક થઈ તેમાં અર્ધી ૧૫ હજાર ગુણી મગફળી જ વેચાઈ હતી અને બાકીની યાર્ડમાં રહી છે.

ઉપરાંત યાર્ડમાં હાલ પીળા ચણા, અડદ, તલી, કાળા તલ એ દરેકની આવક ૧ લાખ કિલોથી વધારે રહી હતી તો બી.ટી.કપાસ ૨૮૦૦ ક્વિ.ની આવક સાથે ભાવ રૂ।.૧૧૩૫થી રૂ।.૧૨૦૫ના ઉંચા ભાવ રહ્યા છે. આમ, કપાસ વાવનાર ખેડૂતોને આ વખતે બજાર જ ટેકો આપી દેશે તેવા નિર્દેશ મળી રહ્યા છે. જો કે ઉંચા ભાવની સાથે વધુ લેવાલી રહે તે ખેડૂત માટે જરૂરી હોય છે.

બીજી તરફ મગફળીની ધૂમ આવક અને ભાવ વધુ પડતા ઉંચા નથી છતાં તાજેતરમાં જ સિંગતેલના ડબ્બે રૂ।.૩૦નો વધારો થયો હતો. સામાન્ય રીતે મગફળીની નવી આવક થયા પછી તેલના ભાવ ઘટવા જોઈએ પણ હજુ ઘટાડો નથી.

Tags :