સુરતના હદ વિસ્તરણ બાદ ત્રણ ટી.પી સ્કીમ માટે સૈધ્ધાંતિક મંજુરી મંગાઇ
કોસાડ, ભરથાણા, મોટાવરાછા, ઉત્રાણ, વરિયાવ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ગભેણીમાં સ્કીમ માટે દરખાસ્ત
સુરત,
સુરત મ્યુનિ.ના હદ વિસ્તરણ પહેલાં સુડના વિસ્તારમાં મંજુર થયેલા ડેવલપમેન્ટ પ્લાન્ટ મુજબ રહેણાંક અને ઈન્ડસ્ટ્રીયલ ઝોન મળી કેટલાક વિસ્તારને સાંકળી લેતી ત્રણ ટીપી સ્કીમ બનાવવા માટે પાલિકા તંત્ર દ્વારા સૈધાંતિક મંજુરી માગવામાં આવી છે. સુડાના વિકાસ નકશા ૨૦૩૫માં કરવામા આવેલા ઝોન ફેરફારને ધ્યાનમા રાખી આ મંજુરી મંગાઇ છે.
સુરતના હદ વિસ્તરણ બાદ નવા સમાવાયેલા વિસ્તારને આવરી લઈને તેના વિકાસ માટે તબક્કાવાર ટાઉન પ્લાનીંગ સ્કીમ બનાવવામાં આવી રહી છે. મંજુર ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 84(કોસાડ- ભરથાણા-કોસોડ- મોટા વરાછા- ઉત્રાણ)ની દક્ષિણ તથા મંજુર ફાઈનલ ટી પી સ્કીમ નંબર 24 (મોટા વરાછા- ઉત્રાણ) અને ડ્રાફ્ટ ટીપી સ્કીમ નબર ૨૫ (મોટા વરાછા)ની પિશ્ચિમ તરફે મોજે કોસાડના રેસીડન્સ ઝોનમાં આશરે 202.33 હેક્ટર જમીન છે તેમાં ટીપી સ્કીમ નંબર 86 (કોસાડ), મોજે ગભેણી વિસ્તારમાં 90 મીટર પહોળા આઉટર રીંગરોડની દક્ષિણ તરફના ભાગમાં જે નોટીફાઈડ વિસ્તાર છે.
આ ઉપરાંત સચીન જીઆઈડીસી સિવાયના જનરલ ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ગભેણી સ્થિત 204.10 હેક્ટર જમીનમાં ટીપી સ્કીમ નંબર 87 ( ગભેણી) બનાવવામાં આવશે. આ ઉપરાંત વરિયાવમાં ફાઈનલ ટીપી સ્કીમ નંબર 38 ( વરિયાવ)ની ઉત્તર પશ્ચિમ તરફે ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 39 ( વરિયાવ)ની પુર્વ દિશામાં રહેણાંક ઝોન જાહેર કરવામા આવ્યો છે. આ રહેણાંક ઝોનમાં વરિયાવમાં 195.94 હેક્ટર જગ્યા વિસ્તારને ટીપીસ્કીમ નંબર 88( વરિયાવ )માટે આયોજન કરવામા આવ્યું છે. આ ટીપી સ્કીમના આયોજન માટે આગામી ટાઉન પ્લાનીંગ કમિટિની બેઠકમાં દરખાસ્ત રજુ કરવામા આવશે.