Get The App

એકતરફી પ્રેમમાં મૂળ ભાવનગરના યુવાને પરિણીત યુવતીના મિત્રને પ્રેમી તરીકે ચીતર્યો

ફેસબુક એકાઉન્ટના પ્રોફાઈલમાં બંનેના ફોટા મુક્યા : પરિણીત યુવતીને બિભત્સ ફોટો મોકલી વાયરલ કરવા ધમકી આપી

સંબંધીઓ, સોસાયટીના રહીશોને મેસેજ કર્યા : પાસોદરામાં રહેતા યુવાનની ધરપકડ

Updated: Dec 31st, 2021

GS TEAM

Google News
Google News
એકતરફી પ્રેમમાં મૂળ ભાવનગરના યુવાને પરિણીત યુવતીના મિત્રને પ્રેમી તરીકે ચીતર્યો 1 - image


- ફેસબુક એકાઉન્ટના પ્રોફાઈલમાં બંનેના ફોટા મુક્યા : પરિણીત યુવતીને બિભત્સ ફોટો મોકલી વાયરલ કરવા ધમકી આપી

- સંબંધીઓ, સોસાયટીના રહીશોને મેસેજ કર્યા : પાસોદરામાં રહેતા યુવાનની ધરપકડ

સુરત, : સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અને મીનીબજારમાં લેસરનું કારખાનું ધરાવતા યુવાન અને તેની પરિણીત ફ્રેન્ડને પ્રેમી તરીકે ચીતરી તેમના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી સંબંધીઓ અને સોસાયટીના રહીશોને મેસેજ કરનાર તેમજ યુવતીને બિભત્સ ફોટોગ્રાફ મોકલી તેના ફોટોગ્રાફ વાયરલ કરવાની ધમકી પણ આપનાર યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ યુવાનની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે.

સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં સરથાણા વિસ્તારમાં રહેતો 24 વર્ષીય મલય ( નામ બદલ્યું છે ) ના ફેસબુક એકાઉન્ટમાં ગત 12 ઓક્ટોબરે એક ફેસબુક એકાઉન્ટ પરથી મેસજ આવ્યો હતો. તેમાં તેને અને તેની પરણિત મિત્ર રાધિકા ( નામ બદલ્યું છે ) ને પ્રેમી તરીકે ચીતરી તેમના નામના પહેલા અક્ષરના આધારે એકાઉન્ટ બનાવી પ્રોફાઈલ પિક્ચરમાં બંનેના ફોટા પણ મુક્યા હતા. તે જ એકાઉન્ટ પરથી રાધિકાને પણ મેસેજ કરાયો હતો. જોકે, તે એકાઉન્ટ ધારકે બંનેને પ્રેમી તરીકે ચીતરી સંબંધીઓ અને સોસાયટીના રહીશોને પણ મેસેજ કરતા અને યુવતીને બિભત્સ ફોટોગ્રાફ મોકલી તેના ફોટોગ્રાફ વાયરલ કરવાની ધમકી પણ આપી તે ફોટા તેના પતિને પણ મોકલ્યા હતા.

એકતરફી પ્રેમમાં મૂળ ભાવનગરના યુવાને પરિણીત યુવતીના મિત્રને પ્રેમી તરીકે ચીતર્યો 2 - image

આથી આ અંગે મલયે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી કરી હતી. અરજીના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી આજરોજ તેમના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવનાર કૌશીક ધનજીભાઇ સુતરીયા ( ઉ.વ.26, રહે.ફ્લેટ નં.203, બિલ્ડીંગ નં.એ/31, ઓમ ટાઉનશીપ વિભાગ-5, તળાવની બાજુમાં, પાસોદરા ગામ, સુરત. મુળ રહે.જમણવાવ, તા.પાલીતાણા, જી.ભાવનગર ) ની ધરપકડ કરી હતી. સાડી ઉપર જોબવર્કનું કામ કરતો કૌશીક રાધિકાને એકતરફી પ્રેમ કરે છે અને તેને રાધિકાની મલય સાથેની મિત્રતા પસંદ ન હોય તેણે બંનેને પ્રેમી તરીકે ચીતરી તેમના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી સંબંધીઓ અને સોસાયટીના રહીશોને મેસેજ કર્યા હતા. વધુ તપાસ પીઆઈ ટી.આર.ચૌધરી કરી રહ્યા છે.

Tags :