નવાવાડજ સર્કલમાં ભારત માતાનું ૩૫૦૦ કિલોગ્રામ વજનનું ૧૫ફૂટ ઉંચુ સ્કલપચર મુકાશે
સ્કલપચર બ્રોન્ઝ મટીરીયલમાંથી બનશે, ૫૦ લાખના ખર્ચે સર્કલ ડેવલપ કરાશે

અમદાવાદ,શનિવાર,22 નવેમ્બર,2025
અમદાવાદના નવા વાડજ વોર્ડમાં આવેલ નવા વાડજ સર્કલમાં ભારત
માતાનું ૩૫૦૦ કિલોગ્રામ વજન ધરાવતુ
બ્રોન્ઝ મટીરીયલમાંથી બનાવાયેલુ સ્કલપચર મુકાશે.આ સ્કલપચરની ઉંચાઈ ૧૫ ફૂટ
હશે. રુપિયા ૫૦ લાખના ખર્ચથી નવા વાડજ સર્કલ ડેવલપ કરાશે. હાલ સ્કલપચર મુકવા માટે
ફાઉન્ડેશનની કામગીરી ચાલી રહી છે.
નવા વાડજ વોર્ડ ઓફિસની સામે આવેલા સર્કલમાં ધારાસભ્ય તથા
વોર્ડના કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી સર્કલ ડેવલપ કરવા ઉપરાંત ભારત માતાનુ સ્કલપચર
મુકવા કોન્ટ્રાકટર આશિષ ઈન્ફ્રાસ્ટ્રકચરને
કામગીરી અપાઈ છે.સ્કલપચરનુ જે વજન નકકી કરાયુ છે તેને ધ્યાનમાં રાખીને હાલ છ ફુટ સુધીનુ ફાઉન્ડેશન તૈયાર કરાઈ રહયુ
છે. નવા વાડજ સર્કલ ડેવલપ કરવા તેમજ સ્કલપચર મુકવાની કામગીરી છ મહિનામા કોન્ટ્રાકટર દ્વારા પુરી કરવાની
રહેશે.અમદાવાદમાં આટલી ઉંચાઈ અને વજન ધરાવતુ આ પ્રકારનુ પહેલુ સ્કલપચર હશે એમ
જાણવા મળે છે.

