Get The App

ICICI બેન્કના મેનેજરના સ્વાંગમાં એનીડેસ્ક એપ ડાઉનલોડ કરાવી રૂ.1.70 લાખ ઉપાડી લીધા

L & T માં નોકરી કરતા યુવાનને પત્નીનું બંધ એકાઉન્ટ ચાલુ કરી આપવાના બહાને

ગુગલ પર બેન્કનો નંબર સર્ચ કરી વાત કરતા ગઠીયાએ તમારે બેન્ક્માં જવાની જરૂર નથી, ઓનલાઇન ચાલુ કરી દઈશું કહી સામેથી ફોન કરાવ્યો

Updated: Mar 31st, 2022

GS TEAM


Google News
Google News
ICICI બેન્કના મેનેજરના સ્વાંગમાં એનીડેસ્ક એપ ડાઉનલોડ કરાવી રૂ.1.70 લાખ ઉપાડી લીધા 1 - image


- L & T માં નોકરી કરતા યુવાનને પત્નીનું બંધ એકાઉન્ટ ચાલુ કરી આપવાના બહાને

- ગુગલ પર બેન્કનો નંબર સર્ચ કરી વાત કરતા ગઠીયાએ તમારે બેન્ક્માં જવાની જરૂર નથી, ઓનલાઇન ચાલુ કરી દઈશું કહી સામેથી ફોન કરાવ્યો

સુરત, : સુરતના હજીરા સ્થિત L & T માં નોકરી કરતા ડિંડોલીના યુવાનને પત્નીનું બંધ એકાઉન્ટ ચાલુ કરી આપવાના બહાને ICICI બેન્કના મેનેજરના સ્વાંગમાં ગઠીયાએ એનીડેસ્ક એપ ડાઉનલોડ કરાવી રૂ.1.70 લાખ ઉપાડી લીધાની ફરિયાદ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાઈ છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડિંડોલી ખરવાસા રોડ શ્રી રેસિડન્સી પ્લોટ નં.એફ-301 માં રહેતા 39 વર્ષીય પંકજભાઈ ધનજીભાઈ પટેલ હજીરા સ્થિત L & T માં નોકરી કરે છે. તેમના પત્ની નૈલેશબેનનું ICICI બેન્કમાં એકાઉન્ટ છે પણ ઘણા સમયથી બંધ હોય તેને ચાલુ કરવા ગત 13 ડિસેમ્બર 2021 ના રોજ ગુગલ પર બેન્કનો નંબર સર્ચ કરી એક મોબાઈલ નંબર પર વાત કરી હતી. સામેથી વાત કરનાર વ્યક્તિએ ખાતરી આપી હતી કે તમારે બેન્ક્માં જવાની જરૂર નથી, ઓનલાઇન ચાલુ કરી દઈશું અને તમારા નંબર પર અમારા સિનિયર બેન્ક મેનેજરનો ફોન આવશે. થોડીવારમાં એક મોબાઈલ નંબર પરથી પંકજભાઈને ફોન આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ ICICI બેન્કના સિનિયર બેન્ક મેનેજર તરીકે આપી પંકજભાઈ પાસે એનીડેસ્ક એપ મોબાઈલ ફોનમાં ડાઇનલોડ કરાવી હતી.

ICICI બેન્કના મેનેજરના સ્વાંગમાં એનીડેસ્ક એપ ડાઉનલોડ કરાવી રૂ.1.70 લાખ ઉપાડી લીધા 2 - image

એપનો કોડ મેળવી મોબાઈલ ફોનમાં એક્સેસ મેળવી તે વ્યક્તિએ પંકજભાઈના ઉધનાની ICICI બેન્કના એકાઉન્ટમાંથી રૂ.7123 ઉપાડી લીધા હતા. આ અંગે પંકજભાઈએ પૂછતાં તે વ્યક્તિએ કહ્યું હતું કે તમારા એકાઉન્ટમાંથી પૈસા તમારી પત્નીના એકાઉન્ટમાં જમા કરાવ્યા છે. થોડીવાર બાદ પંકજભાઈના એકાઉન્ટમાંથી તે વ્યક્તિએ રૂ.1,82,641 ની પર્સનલ લોન કરી પૈસા ઉપાડી લીધા હતા. આ અંગેની જાણ થતા પંકજભાઈએ એનીડેસ્ક એપ અનઈન્સ્ટોલ કરી જે બે મોબાઈલ નંબર પર વાત થઈ હતી તેમનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો પણ બંને નંબર બંધ હતા.આ અંગે ઓનલાઇન અરજી કર્યા બાદ પંકજભાઈએ ગત મધરાત્રે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Tags :