Get The App

ખંભાતના નગરા ગામે પતિએ પત્નીના પ્રેમીને લાકડીના ફટકા મારી પતાવી દીધો

Updated: Apr 5th, 2025

GS TEAM


Google News
Google News
ખંભાતના નગરા ગામે પતિએ પત્નીના પ્રેમીને લાકડીના ફટકા મારી પતાવી દીધો 1 - image


- ખંભાત પોલીસે આરોપી પતિની ધરપકડ કરી

- પતિથી રિસાઇને પત્ની  ખંભાતના હાડગુડમાં જતી રહેતા તેનો પ્રેમી ત્યાંથી પરત લાવ્યો હતોઃ અગાઉ પણ અનેકવાર નાના મોટા ઝઘડા થતા હતા

અમદાવાદ : આણંદ  જિલ્લાના ખંભાત તાલુકાના નગરા ગામમાં પતિએ પત્નીના પ્રેમી સાથે તકરાર કરીને તેને લાકડીના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ચોંકાવનારી ઘટના ખંભાત પોલીસ મથકે નોંધાઇ છે.  પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને આરોપી પતિની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે.

આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે ખંભાતના નગરા ગામમાં રહેતા રમેશ ચૌહાણની પત્ની મનીષાને છેલ્લાં સાત વર્ષથી તેના ઘર પાસે રહેતા શૈલેષ ચૌહાણ સાથે પ્રેમ સંબધ હતો. જેને લઇને નાની મોટી તકરાર ચાલતી હતી. બીજી તરફ રમેશ કોઇ ખાસ કામ કરતો ન હોવાથી મનીષા રિસાઇને તેના પિયર હાડગુડમાં રહેવા માટે જતી રહી હતી. પંરતુ, શૈલેષ ત્યાં જઇને મનીષાને લઇને આવ્યો હતો અને તેને પોતાના ઘરે જ રાખી હતી. આ બાબતને લઇને રમેશને ગુસ્સો હોવાથી તે ગત ૨૪મી માર્ચના રોજ સાંજના સમયે શૈલેષના ઘરે ગયો હતો અને મનીષાને ઘરે આવી જવા અને બાળકોનું જીવન ન બગડે તે માટે વાત કરી હતી. તેમ છતાંય, મનીષાએ તેની વાત ન માનતા તેણે તેને લાકડી મારી હતી. આ સમયે શૈલેષ વચ્ચે પડયો હતો પરંતુ, રમેશે ગુસ્સામાં આવીને તેને લાકડીથી પીઠમાં , ગુપ્ત ભાગે ઇજા પહોંચાડતા તેને પેટલાદ લઇ જવાયો હતો.જ્યાં તેનું મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી પતિની ધરપકડ કરી છે.

Tags :