નડિયાદમાં સોનાના કંગન બનાવી નહીં આપી રૂા. 6 લાખની છેતરપિંડી
- મહાકાળી જ્વેલર્સના પિતા, પુત્ર વિરૂદ્ધ ફરિયાદ
- પાનની દુકાનવાળાએ જૂનું સોનું અને 3 લાખ રોકડ આપ્યા હતા, ચેક પરત ફરતા ઠગાઈની જાણ થઈ
નડિયાદની દેવભૂમિ સોસાયટીમાં રહેતા સુભાષભાઈ ગોરધનભાઈ હિરપરાની પારસ સર્કલ પાસે પાનની દુકાને મિનેશ સોની અવારનવાર આવતા હોવાથી મિત્રતા બંધાઈ હતી. તા.૫/૩/૨૪ના રોજ સુભાષભાઈ હિરપરાએ પત્નીના સોનાના નવા કંગન બનાવવા મહાકાલી જ્વેલર્સના મિનેશભાઇ હસમુખભાઈ સોનીને જુના સોનાના કંગન સાડા ત્રણ તોલાના આપ્યા હતા.
નવા કંગન બનાવવા વધુ સોનું ઉમેરવા માટે રૂ.ત્રણ લાખ રોકડા આપ્યા હતા. ત્યાર બાદ એક સોનાનું કંગન હોલમાર્ક વગરનું આપ્યું હતું. તા.૨૮/૬/૨૪ના રોજ આઈસીઆઈસીઆઈ બેન્ક પાલ્લાનો ચેક તેમજ નોટરી કરાવી હતી. ચેક બેંકમાંથી પરત થયો હતો. જેથી કંગન માટે આપેલું સોનું અને રોકડની માંગણી કરતા પરત આપવાની જગ્યાએ મિનેશ સોની અને દીકરા મિશાલ સોનીએ મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રેશ્માબહેન પ્રહલાદભાઈ પટેલને પણ નવું મંગળસૂત્ર ન બનાવી આપી વિશ્વાસઘાત કર્યો હતો.
આ બનાવ અંગે સુભાષભાઈ ગોરધનભાઈ હિરપરાની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે મહાકાલી જ્વેલર્સના મિનેશ હસમુખભાઈ સોની તેમજ મિસાલ મિનેશભાઈ સોની સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.