Get The App

માધાપરમાં પરિણીતાને ગેનયુક્ત પીણુ પીવરાવી દુષ્કર્મ ગુજારાયો

Updated: Apr 20th, 2025

GS TEAM

Google News
Google News
માધાપરમાં પરિણીતાને ગેનયુક્ત પીણુ પીવરાવી દુષ્કર્મ ગુજારાયો 1 - image

નગ્ન ફોટા પાડી પાયરલ કરવાની અને દિકરીને મારી નાખવાની ધમકી આપી 

કુકર્મ કરી 50 હજાર પડાવી લેનાર ભુજના સ્ત્રી પુરૂષ સામે માધાપર પોલીસ મથકમાં નોંધાયો ગુનો 

ભુજ: માધાપરમાં પરિણીત મહિલાને જ્યુસમાં ગેનયુક્ત પીણુ પીવરાવી બેભાન અવસ્થામાં નગ્ન ફોટા પાડી વાયરલ કરી દેવાની અને દિકરીને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ કરીને ટુકડે ટુકડે ૫૦ હજાર રૂપિયા પડાવી લેનારા ભુજના મહિલા અને પુરૂષ સામે માધાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. 

ભોગબનાર પરણીત મહિલાએ માધાપર પોલીસ મથકે ભુજના સલીમ મામદ કુંભાર અન હમીદા નામની મહિલા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવ સાત માસ પહેલા માધાપર જુનાવાસ હિમાલય સોડા વાળી શેરીમાં બન્યો હતો. આરોપી સલીમ મામદ કુંભાર અને હમીદાએ ફરિયાદી પરણીત મહિલાને જ્યુસના પીવરાવવાના બહાને લઇ જઇને જ્યુસમાં ગેનયુક્ત પ્રવાઇ મેળવી પીવરાવી દીધું હતું. ત્યાર બાદ ફરિયાદી મહિલા ગુનમાં આવી જતાં આરોપીઓએ ફરિયાદી મહિલાના નગ્ન ફોટા મોબાઇલ ફોનમાં પાડી લઇને એ ફોટા સોશીયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને તેમજ ફરિયાદીની દિકરીને મારી નાખવાની ધમકી આપી ફરિયાદી સાથે શરીર સબંધ બાંધીને ટુકડે ટુકડે રૂપિયા ૫૦ હજાર પડાવી લીધા હતા. માધાપર પોલીસે ભોગબનાર મહિલાની ફરિયાદ પરથી આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ માધાપર પીઆઇ ડી.એમ.ઝાલાએ હાથ ધરી છે.