- ચુડાના નવી મોરવાડ ગામની ઘટના
- યુવતીના ભાઈઓએ તલવાર, ધારિયા, લાકડી વડે હુમલો કરતા 21 શખ્સ વિરૂદ્ધ ફરિયાદ
સુરેન્દ્રનગર : ચુડાના નવી મોરવાડ ગામે રહેતા ભગવાનભાઈ ઉર્ફે મુકેશભાઈ રણછોડભાઈ કારોલીયાના કુટુંબીભાઈ સંજયભાઈ વિઠ્ઠલભાઈ કારોલીયાને પોતાના ગામના માત્રાણિયા પરિવારની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય ગત તારીખ ૨૫ સપ્ટેમ્બરના રોજ બંને ભાગી ગયા હતા અને પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેનું મનદુઃખ રાખી યુવતીના પરિવારજનો યુવકને વારંવાર હેરાન પરેશાન કરતા સંજયભાઈ પત્નીને લઈ વઢવાણના મઢાદ ગામે રહેવા માટે ચાલ્યા ગયા હતા.
પ્રેમલગ્નનું મનદુઃખ રાખી ગુરુવારે ભગવાનભાઈ ઉર્ફે મુકેશભાઈ કારોલિયા ઘરે હાજર હતા ત્યારે માત્રાણિયા પરિવારના કેટલાક સભ્યો તલવાર, ધારિયા, લાકડી જેવા ઘાતક હથિયારો લઇ યુવકના ઘર પર હુમલો કરવા લાગ્યા હતા. યુવક અને તેઓના પરિવારજનો ઘરનો દરવાજો અંદરથી બંધ કરી છુપાઈ જતા તમામ શખ્સોએ ઘરનો દરવાજો તોડી ઘરમાં ઘૂસી તમામ ઘરવખરી તોડફોડ કરી પરિવાર પર હુમલો કર્યોે હતો. જેમાં પરિવારના તમામ સભ્યોને ઈજાઓ પહોંચી હતી.
ઘરમાં તોડફોડ કર્યા બાદ તમામ શખ્સો નાસી જતા પડોશી દ્વારા ઇજાગ્રસ્ત પરિવારને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો. આ મામલે ભગવાનભાઈ ઉર્ફે મુકેશભાઈ કારોલિયાએ (૧) અમિતભાઈ મનસુખભાઈ માત્રાણીયા (૨) જીતેશભાઈ સોમાભાઈ માત્રાણીયા (૩) સચિન ભાઈ ઉર્ફે સટ્ટી ધનજીભાઈ માત્રાણીયા (૪) ત્વિક ઉર્ફે અજય ચંદુભાઈ માત્રાણીયા (૫) અશોકભાઈ ધીરુભાઈ માત્રાણીયા (૬) મહિપતભાઈ વાલજીભાઈ માત્રાણીયા (૭) કલાભાઈ હેમુભાઈ માત્રાણીયા (૮) સંજયભાઈ વિજયભાઈ માત્રાણીયા (૯) મુકેશભાઈ બાબુભાઈ માત્રાણીયા (૧૦) આશિષભાઈ પ્રતાપભાઈ માત્રાણીયા (૧૧) અજીતભાઈ કાનજીભાઈ માત્રાણીયા (૧૨) ખનો ગોપાલભાઈ માત્રાણીયા (૧૩) લાલો જાદવભાઈ કણઝરીયા (૧૪) અજય રસિકભાઈ માત્રાણીયા (૧૫) પંખી ગીધાભાઈ માત્રાણીયા (૧૬) કિશનભાઇ કલ્યાણભાઈ માત્રાણીયા (૧૭) નવલભાઇ ધરમશીભાઈ માત્રાણીયા (૧૮) અજીતભાઈ મોબાભાઈ માત્રાણીયા (૧૯) અશ્વિનભાઈ ધીરુભાઈ માત્રાણીયા (૨૦) રાહુલભાઈ ધનજીભાઈ માત્રાણીયા અને (૨૧) ખનો વરસિંગભાઈ માત્રાણીયા વિરુધ ચૂડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


