કોરોનાનો કહેર છતા કચ્છમાં વર્ષાઋતુમાં હરવા ફરવા નિકળી પડતા અનેક લોકો
- લોકો તરફથી તંત્રને સહયોગ મળતો ન હોવાથી પણ વધતા કેસો
- વરસાદ પછી ભુજ સહિતના શહેરોમાં ચા-નાસ્તાની કેબીનો પર જામતી ભીડ બિનજરૃરી બહાર નિકળતા લોકો પોતાના પરિવાર-મિત્રસર્કલને ચેપ લગાડશે
ભુજ,રવિવાર
છેલ્લા ચારેક માસાથી કોરોનાની મહામારી ફેલાયેલી છે. લોકોને બિનજરૃરી રીતે ઘરની બહાર ન નિકળવા અનુરોધ કરવામાં આવે છે તેમ છતા લોકો દ્વારા કચ્છમાં પણ તંત્રને સહયોગ અપાતો ન હોવાના કારણે જિલ્લામાં પણ કોરોનાના ઝડપભેર કેસો આગળ વાધી રહ્યા છે. ખાસ તો વર્તમાન સમયે વર્ષાઋતુને માણવા માટે યુવક-યુવતીઓ, પરિવારજનો એક સાથે હરવા ફરવા નિકળી પડે છે. જે પોતે સંક્રમિત થઈને પોતાના ઘરમાં રહેલા વ્યસકો-વૃધૃધોને ચેપ લગાડશે તેવી ભિતી છે.
ચોમાસામાં વરસાદમાં લોકોને હરવુ ફરવુ ગમતુ હોય છે પરંતુ વર્તમાન સમયમાં વૈશ્વિક મહામારી ફેલાયેલી હોવાથી લોકોને સોશ્યિલ ડિસ્ટન્સ પાલન કરવાની સાથે અને માસ્ક પહેરીને ઘરની બહાર નિકળવા કહેવામાં આવે છે. તંત્ર દ્રારા નિયમો અમલમાં મુકવામાં આવ્યા હોવા છતા અનેક લોકો માસ્ક પહેરતા નાથી. સોશ્યિલ ડિસ્ટન્સ જાળવતા નાથી. પરિણામે, કચ્છમાં પણ ઝડપભેર કોરોનાના કેસો વાધી રહ્યા છે.
તેવામાં હાલમાં વર્ષાઋતુ ચાલુ હોવાથી સારો વરસાદ પડે કે લોકો વરસાદને માણવા માટે બીનજરૃરી રીતે ઘરની બહાર નિકળી જાય છે. વરસાદમાં પલળવા અને વરસાદ પૂર્ણ થયા બાદ તળાવોને જોવા માટે કે અન્ય કુદરતી વાતાવરણને જોવા માટે યુવાનો તેમજ લોકો પણ પરિવાર સાથે જતા હોવાથી તેઓ કોરોનાને સામે ચાલીને આમંત્રણ આપી રહ્યા છે. આ વર્ગ ઘરમાં આવીને પરિવારના બીજા સદસ્યોને પણ ચેપ લગાડે તો નવાઈ નહિં. ત્યારે, જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આ બાબતે જાહેરનામુ પાડીને નિયમો ઘડવા જોઈએ જેાથી, વરસાદ પછી લોકો બિનજરૃરી રીતે ઘરની બહાર ન નિકળે.
તાજેતરમાં પાલર ધુનાને જોવા માટે અનેક યુવાનો, પરિવારજનો ગયા હોવાથી તેઓ દ્વારા પણ સોશ્યિલ ડિસ્ટન્સનો પાલન કરવામાં આવ્યો ન હતો. માસ્ક પહેરવાની વાત તો દુર રહી ત્યારે પોલીસ દ્વારા પણ આવા લોકો સામે કડક કાર્યવાહી કરાય તે જરૃરી છે.