Get The App

ખેડા જિલ્લામાં બાજરીનું 25,718 અને ડાંગરનું 17,901 હેક્ટરમાં વાવેતર

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
ખેડા જિલ્લામાં બાજરીનું 25,718 અને ડાંગરનું 17,901 હેક્ટરમાં વાવેતર 1 - image


- બાજરીના વાવેતરમાં 13 ટકાનો અને ડાંગરમાં 25 ટકાનો વધારો

- મિલેટની અવેરનેસ અને એમએસપીના ભાવ વધારાને લીધે જિલ્લાના ખેડૂતો ધાન્ય પાકના વાવેતર તરફ વળ્યા

- આ વર્ષે ખેડા જિલ્લામાં ઉનાળુ બાજરીમાં ૩,૦૧૩ અને ડાંગરમાં ૩,૬૫૯ હેક્ટરમાં વાવેતર વધ્યું 

અમદાવાદ: ખેડા જિલ્લામાં ચાલું વર્ષે ડાંગર અને ઉનાળુ બાજરીનું વાવેતર વધ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળુ બાજરીમાં ૩,૦૧૩ અને ડાંગરમાં ૩,૬૫૯ હેક્ટરના વાવેતરમાં વધારો થયો છે.  ખેડા જિલ્લામાં શાકભાજી, કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. સરકારી આંકડા અનુસાર ખેડા જિલ્લામાં ગત વર્ષે બાજરીનું ૨૨,૭૧૫ હેક્ટર અને ડાંગરનું ૧૪,૨૪૨ હેક્ટરમાં વાવેતર થયું હતું. જ્યારે ચાલુ વર્ષે બાજરીનું ૧૩ ટકા વધીને ૨૫,૭૨૮ અને ડાંગરનું ૨૫ ટકા વધીને ૧૭,૯૦૧ હેક્ટરમાં વાવેતર થયું છે.  લોકોમાં મિલેટની અવેરનેસ અને એમએસપીના ભાવ વધારાને લીધે ખેડૂતો ધાન્ય પાકના વાવેતર તરફ વળ્યા છે. 

ચાલુ વર્ષે ૧૦૦ કિલો બાજરીનો એમએસપીનો ભાવ ૨૬૨૫ નક્કી કરાયો છે એટલે રૂ.૧૨૫નો ભાવ વધારો થયો છે. આ સાથે ડાંગરના  ૧૦૦ કિલોના એમએસપીમાં ૧૧૭ના વધારા સાથે રૂ.૨૩૦૦ કરાયા છે. આ વર્ષે બાજરીના વાવેતરમાં ૧૩ ટકાનો અને ડાંગરમાં ૨૫ ટકાનો વધારો થયો છે. આ વર્ષે ખેડા જિલ્લામાં બાજરીનું ૬૬,૮૯૨ મેટ્રિક ટન અને ડાંગરનું ૮૦,૫૫૪ મેટ્રિક ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. 

- મગફળીના વાવેતરમાં આંશિક ઘટાડો 

૨૦૨૩-૨૪માં ખેડા જિલ્લામાં ૫૧૨ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું તેની સામે આ વર્ષે ૨૪ હેક્ટર ઓછા વાવેતર સાથે ૪૮૮ હેક્ટર વાવેતર થયું છે. કપડવંજ તાલુકામાં સૌથી વધારે ૨૦૨ હેક્ટર સાથે સૌથી વધારે મગફળીનું વાવેતર થયું છે. 

ક્યાં કેટલું વાવેતર

ક્રમ

તાલુકો

ડાંગર

બાજરી

 

 

વાવેતર

હેક્ટરમાં

૦૧

ગલતેશ્વર

 ૧૨૫

૮૮૫

૦૨

કપડવંજ

 ૩૨

૪૫૮૫

૦૩

કઠલાલ    

૦૦

૨૫૩૦

૦૪

ખેડા

૪૪૯૮

૧૮૮

૦૫

મહેમદાવાદ

 ૧૭૮૩ 

૩૬૬૬

૦૬ 

મહુધા                

૨૩૭     

૬૯૮

૦૭

માતર

  ૭૯૦૦

    ૩૭૫

૦૮

નડિયાદ

  ૫૦૩

   ૯૨૦૬

૦૯

ઠાસરા

 ૬૫૦

   ૨૬૫૫

૧૦

વસો

૨૧૭૩     

૯૪૦

કુલ                 

   ૧૭,૯૦૧, ૨૫,૭૨૮

Tags :