Get The App

ખજોદમાં ત્રણ કુતરાએ 40 બચકાં ભરતા ઇજા પામેલી બે વર્ષની માસૂમ બાળાનું મોત

Updated: Feb 23rd, 2023

GS TEAM


Google News
Google News
ખજોદમાં ત્રણ કુતરાએ 40 બચકાં ભરતા ઇજા પામેલી બે વર્ષની માસૂમ બાળાનું મોત 1 - image


- પાંચ દિવસની સારવાર બાદ દમ તોડી દીધો ઃ કુતરા હડકાયેલા હોવાની આશંકાથી પીપીઇ કીટ પહેરીને બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું

સુરત, :

શહેરમાં રખડતાં કુતરાઓ દ્વારા છાશવારે શહેરીજનો પર હુમલાઓ કરતા હોવાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.   તેવા સમયે ખજોદ ખાતે પાંચ દિવસ પહેલા ત્રણ કુતરાઓએ માસુમ બાળકી પર કુદરોએ હુમલો કરતા  લોહીલુહાણ કરી નાખતા નવી સિવિલમાં દાખલ કરી હતી. જયાં સારાવર દરમિયાન તેનું  બુધાવારે મોડી રાતે મોત નીંપજયું હતું.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ  ખજોદ વિસ્તારમાં ડાયમંડ બુર્સના બાંધકામ સાઈટ પર રહેતો ૨૨ વર્ષઈય રવિ કહારની બે વર્ષીય માસુમ બાળકી મરર્સીલા હેમરોન ગત રવિવારે સવારે ઘર નજીક અન્ય બાળકો સાથે રમતી હતી. ત્યારે ત્રણ કુતરાઓએ બાળકી મરસીલા પર ઘાતકી હુમલો કરી દીધો હતો.  જેથી તેથી અન્ય બે બાળકો ત્યાંથી ભાગી છુટયા હતા. જાકે બાળકીને એક પછી એક ૩૦થી ૪૦ જેટલા બચકાં કુતરાએ ભરતાં લોહીલુહાણ થઈ હતી. જેથી બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. જયાં સારવાર દરમિયાન બુધવારે મોડી રાતે બાળકી મોતને ભેટી હતી.

સિવિલમાં ખાતે આજે બપોરે બાળકીનું પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું હતું. જોકે હુમલો કરનારા કુતરાઓ હડકાયેલા હશે ? કે નહી ? તેવી શંકા જવાથી  પીપીઈ કીટ પહેરીને ડોકટરે બાળકીનું પોસ્ટમાર્ટમ કર્યું હતું. જોકે વાઇટલ ઓર્ગોન ફેઇલયર થવાથી તેનું મોત થયુ હોવાની પ્રાથમિક સકયતા છે. પણ  તેના લીધે વિવિધ સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ જાણવા મળશે. એવુ સિવિલના ડોકટરે કહ્યુ હતું. બનાવ અંગે અલથાણ પોલીસે તપાસ હાથ ધરી છે.

 - બાળકીને બચાવવા માટે ચાર વિભાગના ડોકટરો પ્રયાસ કરી રહ્યા હતા

રવિવારે ખજોદમાં કુતરાઓના હુમલાનો ભોગ બનેલી બાળકીને સિવિલ હોસ્પિટલમાં  પીઆઈસીયુ વોર્ડમાં દાખલ કર્યા બાદ ત્યાં ડોકટરો સર્જરી અને પ્લાસ્ટિક સર્જરી વિભાગનો ડોકટરો  બાળકીના અઢી કલાકથી વધુ સમય સુધી સર્જરી કરી હતી. જોકે બાળકીના ગૃપ્તભાગ પાસે બચકાં ભર્યા હોવાથીગાયનેક વિભાગના ડોકટરે સારવાર આપી હતી. જયારે બાળકો વિભાગના ડોકટરોની ટીમે સારવાર હાથ ધરવામાં આવી હતી. જોકે ગઇ કાલે બાળકીને વાઇટલ ઓર્ગન ફેઇલયર થવાથી તબિયત વધુ બગડી હતી. જેથી ડોકટરો ટીમ તથા નર્સિગ સ્ટાફ દ્રારા તેને બચાવવા હેમત ઉઠાવી હતી. આખરે બાળકીનું કરૃણ મોત નિપજ્યું હતું. એવુ સિવિલના તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકર અને ડો. કેતન નાયકે કહ્યુ હતું.

 - એક માસ પહેલા રોજી રોટી માટે સુરત આવ્યા હતા

રવિ કહાર મુળ પ્રશ્મિમ બંગાળની વતની છે અને અગાઉ તે એકલો સુરત આવ્યો હતો. બાદમાં એક માસ પહેલા રવિ  પત્ની આરતી અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી મરસીલા સાથે ફરી સુરત આવ્યો હતો અને રવિ મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

- બાળકીને કુતરા ખેંચી જતા હોવાનું માતા-પિતાને કહ્યુ હતુ

રખડતા ૩કુતરાએ બાળકી હુમલો કરતા સારવાર માટે નવી સિવિલમાં દાખલ કરી હતી. જોકે બાળકીના ઓપરેશ બાદ બાળકીએ તેના માતા-પિતાને કહ્યુ કે કુતરાઓ બાળકીને ખેંચી જતા હતા. ત્યારે ત્યાંથી પસાર થતા વ્યકિતની નજર પડતા તેને છોડાવી હતી.

Tags :