કઠલાલમાં પોલીસ હપ્તા લઇ દારૂ અને નશીલા પદાર્થનું ખુલ્લેઆમ વેચાણ કરાવે છે
- ગૃહ રાજ્યમંત્રીના ફેસબૂક પેઇજ પર ભાજપના નેતાની કોમેન્ટ
- ભાજપ શાસિત પાલિકાના કારોબારી ચેરમેન જિજ્ઞોશ ભાવસારે પોલ ખોલી
કઠલાલ પાલિકાના કારોબારી ચેરમેન જિજ્ઞોશ ભાવસારે હર્ષ સંઘવીના ફેસબૂક પેજ પર કોમેન્ટ કરી જણાવ્યું હતું કે, અમારા કઠલાલ શહેરમાં ખુલ્લેઆમ દારૂ તથા નશીલા પદાર્થનું પોલીસ કર્મચારી ડી સ્ટાફ જમાદાર હપ્તા લઈને વેચાણ કરાવી રહ્યા છે તેવા આક્ષેપ લગાવી વેચાણ સદંતર બંધ કરવા અને જમાદારની બદલી કરવાની માંગ કરી હતી. કઠલાલ શહેરનું યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાનું વધુમાં ઉમેર્યું હતું. સોશિયલ મીડિયામાં આ કોમેન્ટ વાયરલ થતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવાયું હતું કે, ભાજપના જ નેતાઓ ગુજરાતમાં દારૂનો ખુલ્લેઆમ વેપલો થાય છે તેવા આરોપો પોલીસ પર કરી રહ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં આ જ પ્રમાણે દારૂના હપ્તાનું નેટવર્ક ગોઠવાયેલું છે અને ગાંધીનગર સુધી ભાગબટાઈ પહોંચે છે તેવા આક્ષેપો ઉઠયા છે. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ તેમ ઉમેર્યું હતું.