- 7.47 લાખ ચોરસ મીટર જમીનમાં પુરાણ કરાયાની મોડેમોડે ભૂસ્તર વિભાગે સ્થળ પર વિઝીટ કરી
સુરત
ચોર્યાસીના હજીરા ગામની ૭.૪૭ લાખ ચો.મી જમીનમાં કોઇ પણ પ્રકારની મંજુરી લીધા વગર માટી પુરાણ કર્યાની ડે.સરપંચ દ્વારા લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદના પગલે ભૂસ્તરવિભાગ દ્વારા શરૃ થયેલી તપાસમાં વિગતો મંગાવવામાં આવતા જ આગામી દિવસોમાં લાખ્ખો-કરોડો રૃપિયાની રોયલ્ટી આવક થવાની શકયતાઓ છે.
સુરતના છેવાડાના હજીરા ગામમાં આવેલી સરકારી જમીનો પૈકી ૩૦૬- અ પૈકી ૩, ૩૫૩- અ-૧- પૈકી ૨ અને હજીરા ૪૩૪ -અ-૧ પૈકી ૧ વાળી ૭.૪૭ લાખ ચો.મી જમીનમાં ગેરકાયદે પચાવી પાડી તેના ઉપર બિન અધિકૃત કબ્જો કર્યાની હજીરા ગામના ડે.સરપંચ રોહિત પટેેલે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી નહીં થતા આખરે સરકારી જમીન પર કબ્જે કરવા બદલ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ સંજય પટેલ વિરુદ્ર કાર્યવાહી કરવા માટે ધા નાખી હતી. ફરિયાદમાં કોઇ પણ જાતની મંજુરી લીધા વગર એક લાખ ટનથી વધુ માટીનું પુરાણ કરી દેવાયુ છે. અને વસાહત અને અન્ય કોર્મશીયલ બાંધકામ કરી તે ભાડે આપી તેના પર ભાડાની આવક ઉભી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
આ ફરિયાદના પગલે સુરત જિલ્લા ભૂસ્તર વિભાગ પર કાર્યવાહી શરૃ કરી છે. ભૂસ્તરવિભાગની એક ટીમે ગામમાં જઇને જે જે સરકારી જમીન પર માટી પુરાણ થયુ છે. તે સ્થળ વિઝીટ કરીને વિગતો મંગાવાઇ છે. આથી આગામી દિવસોમાં ભૂસ્તરવિભાગ દ્વારા તપાસ કર્યા બાદ જો માટી પુરાણ થયુ હશે અને કોઇ પણ મંજુરી લીધી ના હશે તો લાખ્ખો-કરોડો રૃપિયાની રોયલ્ટીની આવક થશે.


