Gujarat

પાંચ દિવસના સમયમાં અમદાવાદમાં એક હજારથી વધુ ગણેશ મૂર્તિનું વિસર્જન કરાયું

By GS TEAM
1 Sep 20251 min read
પાંચ દિવસના સમયમાં  અમદાવાદમાં એક હજારથી વધુ ગણેશ મૂર્તિનું વિસર્જન કરાયું

 અમદાવાદ,સોમવાર,1 સપ્ટેમબર,2025

ગણેશ ચતુર્થીથી શરુ થયેલા ગણેશ મહોત્સવના પાંચ દિવસના સમયમાં અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી ૧૦૧૩ ગણેશ મૂર્તિનું વિવિધ વિસર્જન કુંડમાં વિસર્જન ભાવિકો દ્વારા કરવામાં આવ્યુ હતુ.સાબરમતી નદીમાં પાણી હોવાથી  સરદારનગર વોર્ડમાં આવેલા કોતરપુર ગામ અને રણમુકતેશ્વર મહાદેવ પાસે કોર્પોરેશન ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ બનાવી શકયુ જ નથી.

શહેરના ૪૦ સ્થળે ૪૯ જેટલા ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ રુપિયા ૮ કરોડના ખર્ચે બનાવાયા હોવાની જાહેરાત અગાઉ સત્તાધીશો તરફથી કરાઈ હતી. નોંધનીય બાબત એ છે કે નકકી કરાયેલા સ્થળે રુપિયા ૧૫ લાખના ખર્ચથી એક એવા ૪૯ વિસર્જન કુંડ બનાવવા ટેન્ડર પ્રક્રીયા પણ કરાઈ હતી. આમ છતાં કોર્પોરેશન તંત્રે સ્વીકાર્યુ છે કે બે સ્થળે નદીમાં પાણી હોવાથી વિસર્જન કુંડ બનાવી શકાયા નથી.આ બાબત કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી દર્શાવે છે.પાંચ દિવસમાં વિવિધ વિસર્જન કુંડ ખાતેથી ૨૦૨ કિલોગ્રામથી વધુ  ચૂંદડી સહીત પૂજાની સામગ્રી તથા ૩૧૮ કિલોગ્રામ ફૂલોનો કચરો એકઠો કરવામાં આવ્યો હોવાનુ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે.