પત્રી ગામે યુવાનનો અકળ કારણોસર આપઘાત
ભુજમાં એસીડ પી લેનાર યુવાનનું સારવારમાં મોત
ભુજ: અબડાસા તાલુકાના ડુમરા ગામે આઠ દિવસ પહેલા પરણેલી નવવધુએ સાસરીયાના ત્રાસને કારણે ભુજ પિતા ગૃહે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. બીજીતરફ માધાપર ખાતે દંપતિ વચ્ચે ઝઘડો થયા પછી પત્ની પીયરે ચાલી જતાં પતિએ ઉદર મારવાની દવા ગટટાવી લેતાં હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યો હતો. તો, મુંદરા તાલુકાના પત્રી ગામે રહેતા યુવાનએ કોઇ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જ્યારે, ભુજમાં એસીડ પી લેનાર યુવાનનું સારવાર દરમિયાન અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
માધાપરમાં દંપતિના ઝઘડા બાદ પત્ની પીયરે ચાલી જતાં પતિએ ઝેરી દવા ગટગટાવી
પ્રાપ્ત વિગતો મુજબ ભુજના હંગામી આવાસમાં રહેતા છાયાબા છત્રસિંહ વાઘેલા (ઉ.વ.૨૧)ના અબડાસાના ડુમરા ગામે રહેતા પ્રતિપાલસિંહ વિક્રમસિંહ ઝાલા સાથે આઠ દિવસ પહેલા લગ્ન થયા હતા. લગ્નના દિવસે શારિરીક સબંધ ન બાંધતાં છાયાબાના સાસરા પક્ષના લોકો દ્વારા છાયાબાને માનસિક રીતે હેરાન કરતા હોવાથી કોઠારા પોલીસ સ્ટેશને ફોન કરીને પોલીસ સ્ટેશનમાં માતા સાથે ગયા હતા. બાદમાં ભુજ હંગામી આવાસમાં પીયરે આવીને છાયાબાએ મંગળવારે સવારે કંટાળીને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં દિકરીને તેમના પિતા છત્રસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવીને પોલીસ ચોકીમાં એમએલસીમાં નોંધ કરાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ કરી છે. બીજી તરફ માધાપર હાઇવે પર વિશાલ પેટ્રોલ પંપ પાસે રહેતા જયપાલ શંભુભાઇ ધોળકિયા (ઉ.વ.૨૩) અને તેમના પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હોઇ જેમાં તેમની પત્ની રીસામણે પીયર અમદાવાદ ચાલી જતાં પત્ની સાથે વાત કર્યા બાદ ઉસ્કેરાટમાં મંગળવારે મોડી સાંજે જયપાલભાઇએ ઘરમાં પડેલી ઉંદર મારવાની દવા પી લેતાં સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તો, પત્રી ગામે રહેતા દિવ્યરાજસિંહ રામદેવસિંહ જાડેજા (ઉ.વ.૨૪) નામના યુવાને સોમવારે મોડી સાંજે સવા સાત વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં સાડી વળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં હતભાગીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પ્રાગપર પોલીસ મથકના ઇન્સ્પેકટર ડી.ડી.શિમ્પીએ યુવકના આપઘાત પાછળના કારણો જાણવા આગળની તપાસ કરી છે. તો, બીજીતરફ ભુજના સંજયનગરી વિસ્તારમાં રહેતા જીવણભાઇ નરશીભાઇ સોલંકી (ઉ.વ.૨૦) નામના યુવકે ગત ૬ ફેબ્આરીના રોજ સવારે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરના બાથરૂમમાં પડેલું એસીડ પી લેતાં તેને ગંભીર હાલતમાં પ્રથમ જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં સારવારને અંતે સોમવારે ૧૮ ફેબ્આરીના રોજ મૃત્યુ થયું હતું. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.


