Gujarat

ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું

By GS TEAM
30 Mar 20261 min read
ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું

આરોપીએ સગીરાને સગાઇ તોડી નાખવાની ધમકી આપી

દુષ્કર્મ આચરનાર યુવક સામે સગીરાની માતાએ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો

ધ્રાંગધ્રાધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતા એક વિધવા માતા મજૂરી કામ કરી પોતાનું અને સંતાનોનું ગુજરાન ચલાવતા હતા જેમાં પોતાની ૧૭ વર્ષની સગીર દીકરીની હાલમાં જ સગાઈ કરવામાં આવી હતી.

દરમિયાન સગીરાની માતા ઘરેથી બહાર ગયા હોય અને સગીરા એકલી પોતાના ઘરે કપડાં ધોવા માટે હાજર હોય તેવા સમયે મોહસીન અબ્દુલભાઈ કાજેડીયા નામના શખ્સે સગીરાની સગાઈ તોડાવી નાખવાની ધમકી આપી હતી અને સગીરાની એકલતાનો લાભ લઈ બાવડું પકડી જબરદસ્તી સગીરાને ઘરમાં લઈ જઈ હાથ અને પગ બાંધી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ તરફ સગીરાની માતા પોતાના ઘરે જતા ડરી ગયેલી સગીરાએ તમામ હકીકત પોતાની માતાને જણાવી હતી અને અગાઉ પણ મોહસીન કાજેડીયા દ્વારા સગીરાની પાછળ પડી તાબે થવા માટે ધમકીઓ આપી હોવાનું જણાવતા માતાએ દુષ્કર્મ આચરનાર મોહસીન અબ્દુલભાઈ કાજેડીયા વિરુધ સિટી પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.