Get The App

ડાકોરમાં તા. 7 મીએ બપોરે બે વાગ્યા બાદ દર્શનાર્થીઓ માટે મંદિર બંધ

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
ડાકોરમાં તા. 7 મીએ બપોરે બે વાગ્યા બાદ દર્શનાર્થીઓ માટે મંદિર બંધ 1 - image


- ચંદ્રગ્રહણના લીધે દર્શનના સમયમાં ફેરફાર

- પૂનમે સવારે ૩.૧૫ વાગ્યે મંગળા આરતી : તા. 8 મીએ સવારે 6.45 કલાકે મંદિર ખૂલશે

આણંદ : ડાકોરમાં તા. ૭મીને રવિવારે પુનમે ચંદ્રગ્રહણના કારણે બપોરે બે વાગ્યા બાદ દર્શન બંધ થશે. બીજા દિવસે તા. ૮મીને સોમવારે સવારે ૬.૪૫ કલાકે દર્શન ખૂલશે. 

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ભાદરવા સુદ પુનમ તા.૦૭-૦૯-૨૦૨૫ને રવિવારના રોજ ચંદ્રગ્રહણ હોવાથી ડાકોર મંદિરમાં દર્શનના સમયમાં વધારો કર્યો છે. 

ડાકોર રણછોડજી મંદિરમાં સવારે ૩ઃ૧૫ કલાકે મંગળા આરતી થશે. સવારે ૩.૧૫ થી ૪.૩૦ કલાક, સવારે ૫થી ૬.૩૦ કલાક, સવારે ૭થી ૧૦ કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે. ઉત્થાપન આરતી બાદ સવારે ૧૦.૨૦થી બપોરના ૧૨ કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે. 

બપોરે ૧૨.૩૦ વાગે દર્શન ખુલી સેવા થઈ બપોરે ૨.૦૦ કલાકે ઠાકોરજી પોઢી જશે અને દર્શનાર્થીઓનો મંદિર પ્રવેશ સંપૂર્ણ બંધ થશે.

 ત્યારબાદ બીજા દિવસે એટલે કે તા.૦૮-૦૯-૨૦૨૫ને સોમવારના રોજ સવારે ૬.૪૫ કલાકે મંગળા આરતી થશે.

વધુમાં આગામી આસો સુદ ૧૪ તા.૦૬-૧૦-૨૦૨૫ને સોમવારના રોજ રસોત્સવ અને સુદ ૧૫ તા.૦૭-૧૦-૨૦૨૫ને મંગળવારના રોજ ઠાકોરજીને મોટો મુગટ ધારણ કરાવાશે.

Tags :